Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કાલે લાઠીના કૃષ્ણગઢ ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલાના હસ્તે શાળાનું ઉદ્ઘાટન

અમરેલીમાં કલેકટરે મગફળી ખરીદી પ્રક્રિયા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી

અમરેલી તા. ૧૭ : કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતીરાજ રાજયમંત્રીશ્રી પરષોત્ત્।મભાઇ રૂપાલા અમરેલી જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેમના પ્રવાસ કાર્યક્રમ મુજબ તેઓશ્રી તા.૧૮ને રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે લાઠી તાલુકાના કૃષ્ણગઢ ખાતે પ્રાથમિક શાળાનું ઉદઘાટન કરશે.

ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા અંગે બેઠક યોજાઇ 

અમરેલી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને મગફળી ખરીદી પ્રક્રિયા અમલીકરણ અંગેની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં કલેકટરશ્રીએ ટેકાના ભાવે મગફળી ખરીદી નિયુકત ટીમને મગફળી ખરીદી પ્રક્રિયા અંગેની જરૂરી સૂચનાઓ આપી હતી. ખરીદી દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે નિયત થયેલ તમામ ધારાધોરણો જળવાઇ અને મગફળીના જથ્થાને યોગ્ય રીતે ભરવાની કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતુ.

સરકાર દ્વારા મગફળીના નિયત ધારધોરણો મુજબ મગફળી ખરીદવામાં આવી રહી છે ત્યારે નબળી ગુણવત્ત્।ાવાળી મગફળીની ખરીદી ન થાય તે અંગે પણ તકેદારી લેવા તેમણે તાકીદ કરી હતી.

કલેકટરશ્રી ઓકે વધુમાં કહ્યું કે, અમરેલી જિલ્લાના નવ ખરીદ કેન્દ્રો પર મગફળી ભરવા માટે દૈનિક અંદાજે ૩૭,૫૦૩ બારદાનની જરૂરિયાત રહે છે ત્યારે આ બારદાન રાજકોટ જિલ્લામાંથી આવનાર છે. મગફળીની ખરીદી તા.૧૫થી શરુ થયેલ છે, જિલ્લામાં અંદાજે દૈનિક અઢી હજાર કિગ્રા જેટલી મગફળીની આવક થઇ રહી છે

બેઠકમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી. પાંડોર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:52 pm IST)