Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

આદર્શ પ્રવેશદ્વાર હોવાથી આદર્શ ગામ હોવાની છાપ સ્પષ્ટ થાય છેઃ સાંસદ શ્રી ભારતીબેન

જાળિયા ગમે સુવર્ણ પરિવારના સૌજન્યથી નિર્માણ થનાર પ્રવેશ દ્વાર ખાતુમુર્હુત

ઇશ્વરિયા, તા.૧૭: જાળિયા ગામે સવાણી પરિવારના સૌજન્યથી નિર્માણ થનાર પ્રવેશ દ્વારના ખાતમુર્હુત  પ્રસંગે સાંસદશ્રી ભારતીબેન શિયાળે કહ્યું કે આદર્શ પ્રવેશદ્વાર હોવાથી આદર્શ ગામ હોવાની છાપ સ્પષ્ટ થાય છે. અહિં શ્રી વિશ્વાનંદજી માતાજી અગ્રણીઓ જોડાયા હતા.

સ્વર્ગસ્થ ઇન્દુબેન ત્રિકમભાઇ સવાણીના સ્મરણાર્થે તેમના પુત્રો શ્રી રાજુભાઇ સવાણી તથા શ્રી કેતનભાઇ સવાણી દ્વારા વતનના ગામ જાળિયામાં સુંદર પ્રવેશદ્વાર નિર્માણ કરાવનાર છે. આ માટે ખાતમુર્હુત ર્સ્પધા યોજાઇ ગઇ.

અહિં પ્રવેશદ્વાર ખાતમુર્હુત પ્રસંગે સાંસદશ્રી ભારતીબેન શિયાળે સવાણી પરિવારના દાનને બિરદાવી કહ્યુ કે આદર્શ પ્રવેશદ્વાર હોવાથી આદર્શ ગામ હોવાની છાપ સ્પષ્ટ થાય છે. તેમણે પ્રધાનમંત્રીએ ગામડા ભાંગે નહિ તે માટે ગ્રામવિકાસ યોજનાની ખેવલના રાખી હોવાનું ઉમેર્યુ.

શ્રી શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદજી માતાજીની પ્રેરક ઉપસ્થિતિ સાથે સરંપચ શ્રી નિતિનભાઇ મણીયારે સ્વાગત ઉદબોધન કર્યુ હતુ. આભાર વિધી શ્રી નંદલાલ જાની દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં શ્રી ધીરૂભાઇ શિયાળ તથા શ્રી નિતાબેન માંડવિયાની ઉપસ્થિતિ સાથે સાંસદશ્રીના હસ્તે તથા પરિવારના શ્રી ત્રિકમભાઇ સવાણી સભ્યોનું અભિવાદન કરાયુ હતુ. અહીં શ્રી ગણેશભાઇ વિરાણી, શ્રી મગનભાઇ વિરાણી અને ગ્રામજનો કાર્યકરો અગ્રણીઓ જોડાયા હતા. સૌ એ સવાણી પરિવારના સૌજન્યથી નિર્માણ થનાર પ્રવેશદ્વાર ખાતમુર્હુત પ્રસંગને બિરદાવ્યો હતો.

 

(11:10 am IST)