Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મોરબીનું નાની વાવડી ગામ સગાઇ પ્રસંગે લગ્નવિધિ કરી સામાજિક પરિવર્તનના પ્રવાહમાં જોડાયું

મોરબી તા. ૧૭ : પાટીદાર પરિવારો દ્વારા ઘડિયા લગ્નનો ટ્રેન્ડ શરુ કર્યા બાદ ગામોગામ ટ્રેન્ડ પહોંચી રહ્યો છે અને પરિવર્તનના પ્રવાહમાં જોડાઈને આ ટ્રેન્ડને આગળ ધપાવી રહ્યા છે જેમાં નાની વાવડી ગામે વધુ એક ઘડિયા લગ્ન લેવાયા હતા.

મોરબી નજીકના નાની વાવડી ગામે રમેશભાઇ પડસુંબિયાના સુપુત્ર ચિ ધવલની સગાઈ વિધી હતી. આ પ્રસંગે ઉમીયા સમિતિના કાર્યકરો શિવલાલભાઇ ઓગણજા - પ્રમુખ, ઉમીયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ, ડો. મનુભાઇ કૈલા-ઉપ પ્રમુખ, જયંતિભાઈ કૈલા - સહમંત્રી, નંદલાલભાઇ વિડજા- પૂર્વ પ્રમુખ, વલમજીભાઇ અમૃતિયા- પ્રમુખ, પટેલ કન્યા છાત્રાલય વગેરે ઉપસ્થિત રહી બંન્ને પક્ષને સગાઇ પ્રસંગે જ લગ્ન સંપન્ન કરી સમાજના પરિવર્તનના પ્રવાહમા જોડાવવાનો પ્રસ્તાવ મુકયો. બંને પક્ષોને લગ્ન પ્રસંગના વધુ પડતા ખર્ચે, સમય અને શકિતનો બગાડથી બચવા સમજાવ્યા. બંન્ને પક્ષે સંમતિ થતા લક્ષ્મીવાસના સ્વ. પ્રાણજીવનભાઇ ઠોરીયાની સુપુત્રી ચિ. સ્વાતિ અને ચિ. ધવલના સર્વે સગા સંબંધીએ પૂર્ણ સમય હાજરી આપી ઉત્સાહભેર અને આનંદપૂર્વક લગ્નવિધિ સંપન્ન કરી સમાજને નવીઙ્ગ રાહ ચીંધી છે અને પોતે પરિવર્તનના પ્રવાહમાં જોડાઈને આ ટ્રેન્ડને આગળ ધપાવી રહ્યા છે.

(11:17 am IST)