Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક

 મોરબી : મોરબી જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. બેઠકમાં લોકોના પ્રશ્નો જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને મોરબી-માળીયા, વાંકાનેર,ધારાસભ્યોશ્રી તેમજ પદાધિકારીઓ દ્રારા રજુ થતા હોય તેનો સત્વરે યોગ્ય નિકાલ કરવા અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રી આર.જે માકડીયાએ જણાવ્યું હતું. જયારે સંકલન સમિતિની બેઠકમાં હાલ જે બીજા તબકકાની એકતાયાત્રા શરૂ થયેલ છે.તેમાં સહયોગ અન કામગીરી કરવા સુચના આપી હતી. તેમજ અછત તાલુકાઓમાં પાણીની સમશ્યા, ઘાસચારાની સમશ્યાને પહોંચી વળવા માટે તેમજ રોજગારી વ્યવસ્થા કરવા માટે જિલ્લા તથા તાલુકાના સબંધિત અધિકારીશ્રીઓને  કામગીરીમાં જોડાઇ જવા સુચના આપવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યો સર્વેશ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી લલીતભાઇ કગથરા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઇ ચીખલીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડાઙ્ખ.કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષી,પ્રાંત અધિકારીશ્રી ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામદેવસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજા, તથા જીલ્લાની કચેરીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:08 am IST)