Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગોંડલના શિવરાજગઢ શાખાના વિદ્યાર્થીઓ દિલ્હી એજ્યુકેશન પ્રવાસે 'બાય પ્લેન' જશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પણ વિદ્યાર્થીઓ શુભેચ્છા મુલાકાત લેશે

ગોંડલ તા. ૧૭ : તાલુકાના શિવરાજગઢ ગામની સરકારી કુમાર પ્રાથમિક શાળાના ધોરણ ૫ થી ૮ ના વાર્ષિક પરીક્ષામાં એક થી પાંચ નમ્બર મેળવેલા કુલ ૨૫ વિદ્યાર્થીઓ દિલ્હી પ્રવાસે જનાર છે. આગામી તારીખ ૨૦ થી ૨૬ નવેમ્બરના રોજ દોઢ લાખ રૂપિયાના ખર્ચે શાળાના વિદ્યાર્થીઓ દિલ્હીમાં વડાપ્રધાન ની શુભેચ્છા મુલાકાત લઇ દિલ્હીના પૌરાણિક સ્થાપત્યની મુલાકાત લઇ જ્ઞાન માં વધારો કરનાર છે.

વિદ્યાર્થીઓના એજયુકેશન વિમાન પ્રવાસ પૂર્ણ કરવામાં મુખ્ય આર્થિક સહયોગ ગોંડલ હવા મહેલના યુવરાજ સાહેબ જયોતિર્મયસિંહજી, ઉગમરામ આશ્રમ બાંદરાના મહંત પૂજય ગોરધનભગત તથા યુદ્ઘ એ જ કલ્યાણ ગ્રુપના નીખિલભાઈ દોંગા, તાલુકા પંચાયત કચેરી ગોંડલના ડીકે વોરા, હરદેવસિંહ જાડેજા અને અગ્રણી ઉદ્યોગપતિ ભાવેશભાઈ ભાલાળા બારડોલી વાળાઓનો સહયોગ સાંપડ્યો હતો, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ડેપ્યુટી કલેકટર રાયજદા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ગોંડલ તેમજ તમામ કારોબારી સદસ્ય દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે, આ પ્રવાસના કાર્યક્રમને સફળ બનાવવા પ્રવીણભાઈ પારખીયા, આશિષસિંહ વાઘેલા તેમજ કર્મચારીગણ દ્વારા જહેમત ઉઠવામાં આવી રહી છે.

(11:06 am IST)