Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

અંજારના યુવાનના ઓપરેશન બાદ શંકાસ્પદ મોતથી હોસ્પિટલ ચર્ચામાં

ભુજ તા. ૧૭ : બે દિવસ પહેલા અંજારના ભીમાસર ગામનો યુવાન હોસ્પિટલમા સારવાર માટે દાખલ થયો હતો અને સ્વસ્થ હતો પરંતુ આજે યુવાનનુ એપેન્ડીકસનુ ઓપરેશન થયુ હતુ. જે કલાક ચાલ્યા બાદ અચાનક યુવાનની તબીયત લથડી હતી અને યુવાન થોડી વારમાંજ મૃત્યુ પામ્યો હતો અને તે સાથેજ વિવાદ ઉભો થયો હતો. સાંજે યુવાનના મોત બાદ અનેક સામાજીક,રાજકીય અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા તો પરિવારના સભ્યોમા પણ ધટનાને લઇને રોષ હતો રવિન્દ્ર જંયતીલાલ જેઠવા જયારે સારવાર માટે આવ્યો ત્યારે સ્વચ્છ હોવાના દાવા સાથે પરિવારે આક્ષેપ કર્યો છે. કે ઓપરેશન બાદ સ્થિતી ખરાબ થયા બાદ તેને યોગ્ય સારવાર મળી નથી અને તેના પછી મેનેજમેન્ટ યોગ્ય જવાબ આપવાનુ ટાળ્યુ છે. જે શંકાસ્પદ છે.

પરિવારે પેનલ પોસ્ટમાર્ટમ સાથે લાસ સ્વીકારવાનો ઇન્કાર કર્યો

જોગાનુજોગ એપેન્ડીકસના બે ઓપરેશન અદાણી હોસ્પિટલમા થયા હતા અને બન્ને યુવકોના મોત થયા હતા બીજો પરપ્રાન્તીય યુવક પણ અંજારથીજ સારવાર માટે આવ્યો હતો. જો કે તેના પરિવારે આવી કોઇ ફરીયાદ કરવાનુ ટાળ્યુ હતુ. પરંતુ રવિન્દ્રના મોત બાદ વિવાદ થયો હતો અને હોસ્પિટલના અયોગ્ય વર્તન પછી પરિવારે લાસ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને ન્યાયીક તપાસની માંગ સાથે પેનલ ડોકટર અથવા જામનગર ખાતે તેની પી.એમ થાય અને મોતનુ ચોક્કસસ કારણ સામે આવે તેવી માંગ સાથે ડોકટરો પર બેદરકારીના આક્ષેપ કર્યા હતા. તો પરિવારના રવિન્દ્રના મોતથી આક્રદ હતો.

અદાણી મેનેજમેન્ટે આ કિસ્સા અંગે પુછાતા તેઓએ બેદરકારીના આક્ષેપો નકાર્યા હતા. અને રવિન્દ્રની તબિયત ખરાબ થતા સતત ડોકટરોની ટીમ તેની સ્થિતી અંગે ખડે પગે હતી પરંતુ તે બચી શકયો ન હતો. જો કે અચાનક મોત કઇ રીતે થયુ તે અંગે કોઇ યોગ્ય જવાબ આપી શકયુ ન હતુ પરંતુ ડો. ભાદરકાએ આ અંગે પી.એમ કરાવવા માટે તૈયારી દર્શાવી હતી. અને જામનગર કે ભુજ સ્વજનોને જયા પી.એમ કરવાવુ હોય ત્યા સહકાર માટે તૈયારી દર્શાવી હતી.

પરિવારના આક્ષેપ અને હોસ્પિટલના જવાબો વચ્ચે હવે મામલો પોલિસ મથકે પહોચે તેવી શકયતા છે. જો કે બીજી તરફ સમજાવટના દોર પણ શરૂ થયા છે. ત્યારે જોવુ રહ્યુ કે પરિવારને સમજાવી લેવાય છે. કે પછી પોલિસ ફરીયાદ બાદ મામલાની ન્યાયીક તપાસ થાય છે. જો કે એક વાત નક્કી છે. ચર્ચામા રહેતી હોસ્પિટલમા વધુ એક મોત સાથેઙ્ગ અદાણી મેનેજમેન્ટ ફરી ચર્ચામા આવ્યુ છે.

(11:04 am IST)