Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જસદણ કરૂણાનંદન યુવક મંડળ દ્વારા સમૂહલગ્ન

જસદણ, તા. ૧૭ : શ્રી કરણાનંદન યુવક મંડળ જસદણ દ્વારા ્‌િદ્વતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઇન્‍દ્રકોટન જીનીંગ ખાતે તા. રપના રોજ યોજાયેલા સમૂહલગ્નમાં પંદર યુગલો લગ્રગંથીથી જોડાશે. સમારોહના અધ્‍યક્ષસ્‍થાને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયા તેમજ મુખ્‍ય અતિથિવિશેષ પદે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા અને દરબાર સાહેબ સત્‍યજીતકુમાર ખાચર ઉપસ્‍થિત રહેશે. તમામ પંદર કન્‍યાઓને કબાટ, પલંગ, સોફાસેટ, મંગળસુત્ર, સોનાની ચુક, ખુરશી, ટીપાઇ, મીકસર, સાડી, પાનેતર, ઘડીયાળ વિવિધ વાસણો, કપડા સહિત જુદી જુદી ૧૧ર ચીજવસ્‍તુઓનો કરિયાવર આપવામાં આવશે.

મુખ્‍ય દાતાઓ ડો. પંકજભાઇ બડમલીયા, વિનુભાઇ એલ. ગલચર, ઘનશ્‍યામભાઇ ડીસ્‍ટીક, શૈલેષભાઇ મકવાણા, યુવા સંગઠન અમદાવાદ ઉપસ્‍થિત રહેશે. અતિથિવિશેષ પદે પાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઇ હિરપરા, પોપટભાઇ રાજપરા, મામલતદાર વી.એલ. ધાનાણી, પીઆઇ એ.બી. પટેલ, પીએસઆઇ વી.કે. ગોલવેલકર, ડો. દિપક રામાણી, નરેશભાઇ દરેડ, રમાબેન મકવાણા સહિતના આવશે. દિપ પ્રાગટય મંગલદાસબાપુ, મનુરામબાપુ, કાથડભગત, નાથુરામબાપુ, કામદાસબાપુ, ગીતામાતા, કૈલાસમાતા વગેરેના હસ્‍તે થશે. તા. રપ રવિવારે સવારે ૬ કલાકે જાન આગમન બાદ ૯-૩૦ કલાકે હસ્‍તમેળાપ અને બપોરે ૧ કલાકે આર્શિવચન સમારોહ યોજાશે. કરૂણાનંદન યુવક મંડળ અને કરૂણાનંદન મહિલા મંડળના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:47 am IST)