Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ભાવનગર સર ટી.હોસ્પિટલમાં સાતમા માળે ફરજ બજાવતી નર્સે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સાતમાં માળે સ્ટોર વિભાગમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમી મકવાણાએ આત્મહત્યા કરી: પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

(વિપુલ હિરાણી  દ્વારા ) ભાવનગર :ભાવનગર સર.ટી હોસ્પિટલના સાતમા માળે ફરજ બજાવતી નર્સે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ નવા બિલ્ડિંગના સાતમાં માળે સ્ટોર વિભાગમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમી મકવાણા નામની 22વર્ષ ની યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ બનાવને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આત્મહત્યા અંગેની વધુ તપાસ હાથ ધરી છે

  , આત્મહત્યા કરનાર યુવતી શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળેલ છે. ક્યા કારણોસર સર્ટી હોસ્પિટલના સ્ટોર વિભાગમાં યુવતીએ આત્મહત્યા કરી લીધી છે તે પોલીસ તપાસ બાદ જ ખોલવા પામશે, હાલ મૃતક યુવતીને પી.એમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

(10:48 pm IST)