Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ચોટીલાના મફતીયા પરા-2માં દુધેલી રસ્તા પર ઈકો ગાડીએ અડફેટે લેતા બાળકીને ગંભીર ઇજા

બાળકીને સારવાર માટે ચોટીલા સરકારી હોસ્પિટલે ખસેડાયા બાદ હાલત ગંભીર જણાતાં રાજકોટ રીફર કરાઇ

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના મફતીયા પરા-2માં દુધેલી રસ્તા પર ઈકો ગાડીએ બાળકીને અડફેટે લીધી હતી. અને આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનામાં રસ્તા પર રમતી ચાર વર્ષની શિવાનીને ઈકો ગાડીએ અકસ્માત સર્જીને કચડી હોવાથી ગંભીર ઇજાઓ થઇ હતી.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના મફતીયા પરા-2માં દુધેલી રસ્તા પર ઈકો ગાડીએ બાળકીને અડફેટે લીધી હતી.આ ઘટનામાં રસ્તા પર રમતી ચાર વર્ષની શિવાનીને ઈકો ગાડીએ અકસ્માત સર્જીને કચડી હોવાથી ગંભીર ઇજાઓ થઇ હતી. બાળકીને સારવાર માટે ચોટીલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યારે બાદ હાલત ગંભીર જણાતાં રાજકોટ રીફર કરાઇ હતી.

આ ગોઝારા અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં અકસ્માત સર્જીને ઈકો કાર સાથે ચાલક ફરાર થઇ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કર્યા બાદ સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનામાં માંતેલા સાંઢની માફક પુરપાટ ઈકો ગાડી ચલાવીને અકસ્માત કરનાર બાજુના ગામનો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અકસ્માતની ઘટના બાદ ઘાયલ બાળકીના પરિવારજનો અને આજુબાજુના પાડોશીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

(5:01 pm IST)