Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ધોરાજી લવજેહાદ કેસ મામલે કોટે ચાર્જશીટ પછી પણ જામીન અરજી ફગાવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી: ધોરાજી લવજેહાદ કેસ મામલે કોટે ચાર્જશીટ પછી પણ જામીન અરજી ફગાવી છે
કોટે બંને પક્ષની દલીલો સાંભળી ને આરોપી ની જામીન અરજી રદ કરાઈ છે.ધોરાજી લવજેહાદના કિસ્સામાં ચાર્જશીટ પછી પણ જામીન અરજી ફગાવી છે
ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલ કુમાર શર્મા સમક્ષ લવજેહાદનો આરોપી મહંમદ ઉર્ફે દાડો એ અગાઉ ફોજદારી પરચુરણ અરજી નંબર 190 2021 થી જામીન અરજી કરી હતી જે કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલી હતી. ત્યારબાદ તપાસ કરનાર અધિકારી શ્રી સાગર બાગમાંર તરફથી ચાર્જશીટ કરેલું હતું અને આ ચાર્જશીટ આવ્યા બાદ ફરીથી મોહંમદ ઉર્ફે દાડો એ જામીન અરજી કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ તદ્દન નિર્દોષ છે ત્યાંથી ભાગી જાય તેમ નથી અને તેઓએ કોઈ ગુનો આચરેલ નથી અને આ લવ જેહાદના કાયદા ઉપર ગુજરાતની વડી અદાલતે રોક  લગાવેલી છે.
જેની સામે સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલ હતી કે ભોગ બનનારની જુબાની હજુ સુધી થયેલી નથી આ તબક્કે ભોગ બનનાર નો સંપર્ક કરતાં તેઓને આરોપી પક્ષ તરફથી હજુ પણ ફોન દ્વારા સમાધાન કરી લેવા માટે દબાણ કરવામાં આવે છે અને તેનાથી વધારે ભોગ બનનારે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને મોબાઇલ ફોન દ્વારા કલમા પડાવી અને મુસલમાન થવા માટે આરોપી તરફથી દબાણ આવી રહ્યું હતું અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ મળી રહી હતી.
બંને પક્ષની દલીલો સાંભળી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ  રાહુલ શર્મા સાહેબે નોંધાયેલું હતું કે માત્ર ચાર જ શિફ્ટ થાઉં તે કોઈ સંજોગોમાં ફેરફાર નથી અગાઉ કોઈ જામીન અરજી રદ્દ થયેલી છે અને અરજદાર તરફથી વિશેષ નવી રજૂઆત નથી આ  આરોપી મોહંમદ ઉર્ફે દાડો ની જામીન અરજી રદ કરવામાં આવી છે

(4:49 pm IST)