Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મિતાણા નજીક વાહન પલટી મારતા સવારથી ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્‍યો જોવા મળ્યા

મોરબી: રાજકોટ મોરબી હાઇવેનું કામ કાળ ચોઘડિયે શરૂ થયું હોય તેવી સ્થિતિમાં રોજે રોજ કોઈને કોઈ ઘટનાઓ બને છે ત્યારે આજે મિતાણા ઓવરબ્રિજના કામમાં એક હેવી મિલર વાહન પલ્ટી મારી જતા લોકો વહેલી સવારથી ટ્રાફિક જામમાં ફસાયા છે અને પાંચ પાંચ કિલોમીટર લાઈનો લાગતા પોલીસને દોડધામ કરવી પડી હતી. અમુક ગાડી ચાલકોતો લાંબી કતારો નિહાળી રીટન નિકળી રહા છે. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ - મોરબી રોડ ઉપર મિતાણા ચોકડીએ આજે વહેલી સવારથી ચક્કાજામ સર્જાતા બે થી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગતા મહત્વના કામે નીકળેલા અનેક લોકોની રવિવારની રજા બગડી હતી.આજે વહેલી સવારે ઓવરબ્રિજના કંન્ટ્રકશન સાઈટનો માલ પરિવહન કરતા હેવી મિલર વાહન પલટી જઈ નામ પુરતા કાઢેલા ડાયવર્ઝન ઉપર આવી જતા રાજકોટ અને મોરબી બન્ને તરફનો માર્ગ બ્લોક થઈ રસ્તો લોક થઈ ગયો હતો. આ અકસ્માત બાદ ૧૦ વાગ્યા સુધી પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરવા દોડધામ કરી રહી છે.

(2:44 pm IST)