Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મોરબી આચારસંહિતા ભંગ કેસમાં વિધાનસભા અધ્યક્ષ. પૂર્વ ધારાસભ્ય સહિતના ત્રણનો નિર્દોષ છુટકારો

નીચલી અદાલતે એક વર્ષની સજા ફટકારી હતી સેશન્સ કોર્ટમાં અપીલ કરતા ત્રણેયનો છુટકારો.

મોરબીમાં આચારસંહિતા ભંગના કેસમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય, અંજારના તે સમયના ધારાસભ્ય સહિતના સામે કોર્ટમાં કેસ ચાલી જતા નીચલી અદાલતે એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો જે ચુકાદાના સેશન્સ કોર્ટમાં પડકારતા સેશન્સ કોર્ટે આજે ત્રણેય આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા

બનાવની મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૦૯ માં કચ્છના સાંસદ પદના ઉમેદવાર પુનમબેન જાટના સમર્થનમાં ચુંટણી સભા યોજાઈ હતી જેમાં મતદારોને લલચાવવા સહિતના કૃત્ય બદલ આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોય જેથી વર્ષ ૨૦૦૯ માં મોરબીના તે સમયના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા, તે સમયના અંજારના ધારાસભ્ય અને હાલના વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય તેમજ મનોજ પનારા વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદને પગલે વર્ષ ૨૦૧૮ માં નીચલી અદાલતે ત્રણેયને કસુરવાન ઠેરવીને ૧ વર્ષની સજા અને ૧ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો
જેથી ચુકાદાને મોરબી સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હોય જેમાં આજે એડીશનલ સેશન્સ જજ દ્વારા આ મામલે ચુકાદો આપતા નીમાબેન આચાર્ય, કાન્તિલાલ અમૃતિયા અને મનોજ પનારાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને ત્રણેય આગેવાનોને સેસન્સ કોર્ટમાંથી મોટી રાહત મળી છે એ નીચલી અદાલતે સજા ફટકારી હતી જેમાં મોટી રાહત મળી છે જે કેસમાં સરકારી વકીલ વી.સી. જાની રોકાયેલ હતા અને ચુકાદાની નકલ આવ્યા બાદ ઉપરની કોર્ટમાં જશે તેમ જણાવ્યું હતું.

(10:29 pm IST)