Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

જામનગરના ગણેશોત્સવના સહયોગીનો વર્ચ્યુઅલ સન્માન સમારોહ સંપન્ન

નવરાત્રી પર્વ પ્રસંગે પણ સ્પર્ધાનું ઓનલાઇન આયોજન

જામનગર તા.૧૭: કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ગણેશોત્સવમાં સહયોગી બનેલા ગણેશ મંડળો તથા ગણેશ ભકતોનો સન્માન સમારભ ડીજીટલ માધ્યમથી યોજવામા આવ્યો હતો.

જામનગરમાં આ રીતે પ્રથમવાર કરાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલે ઓનલાઈન જોડાયેલા સેકડો ગણેશ ભકતોનુ સ્વાગત કરતા ઓનલાઈન યોજાયેલા ગણેશોત્સવમાં સહભાગી બનીને આ કાર્યક્રમને સફળતા અપાવનાર દરેક ગણેશ મંડળો અને ગણેશ ભકતોને ધન્યવાદ પાઠવ્યા હતાં સાથે જ સંસ્થા દ્રારા આયોજીત નવરાત્રી પર્વ પ્રસંગની ગરબા-દાંડીયા-દીવડા અને આરતી શણગારની સ્પર્ધામાં પણ શહેરીજનોને ઉત્સાહભેર ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.

આ સન્માન સમારોહમા પ્રતિકાત્મક રીતે કોમ્પયૂટર ડથી નકકી થયેલા બે ગણેશ મડળોનું એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ વતી ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બેડી નાકા વિસ્તારના શ્રી દગડુ શેઠ સાર્વજનીક ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ પટેલ કોલોની વિસ્તારના વ્રજ રેસીડેન્સી ગણેશ મંડળના પ્રતિનિધિઓએ મંચ પર સ્મૃતિ ચિન્હ તથા પ્રમાણપત્ર સ્વીકાર્યા હતાં.

આ ઉપરાંત ભાગ લેનારા ગણેશ મંડળો અને વ્યકિતગત ગણેશ સ્થાપના કરનારા પૈકીના ધનલક્ષ્મી ગ્રુપ (નાગરપરા), માધવ દર્શન ગણેશ મંડળ (ક્રિકેટ બંગલા સામે, લીમડાલાઈન કોર્નર), સિધ્ધી વિનાયક મંડળ (ભોયવાડો), ગણેશ મિત્ર મંડળ (ગૂલાબનગર) તેમજ વ્યકિતગત રીતે ઉજવણીમાં જોડાયેલા ગણેશ ભકત સહિત પાંચનું સન્માન જીતુભાઈ લાલના હસ્તે ઓનલાઈન કરવામા આવ્યું હતુ. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃતિઓની તસ્વીરી ઝલક પણ સૌએ ઓનલાઈન નિહાળી હતી. કાર્યક્રમનું સંચાલન પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાએ કર્યું હતું સાથે જ નવરાત્રી પર્વ પ્રસંગે આયોજીત કરાયેલી નવરાત્રી સ્પર્ધાની વિસ્તૃત માહિતી આપી હતી.

(12:47 pm IST)