Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગોંડલના ગુંદાસરા ગામે માતા-પુત્ર ઉપર હુમલોઃ પાંચ સામે એટ્રોસીટીની ફરીયાદ

જુગારની રેઇડના મનદુઃખમાં રવિરાજસિંહ સહિત પ તુટી પડયા

રાજકોટ તા.૧૭ : ગોંડલના ગુ઼દાસરા ગામે જુગારની રેઇડના મનદુઃખમાં માતા અને પુત્ર ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી જાતિપ્રત્યે અપમાન કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલના ગુંદાસરા ગામે રવિરાજસિંહ જાડેજાના ઘરે જુગારની રેઇડ પડતા તેનં મનદુઃખ રાખી રવિરાજસિંહ જાડેજાએ રસીલાબેન પ્રવિણભાઇ ધુમડાના દિયરને ગાળો આપી ઝઘડો કર્યો હતો અને રવિરાજસિંહ, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ સોલંકી તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ પ્રવિણભાઇ તથા તેની માતાને મુંઢમારા મરી જાતિપ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે રસીલાબેનએ ઉકત પાંચેય શખ્સો સામે ફરીયાદ કરતા ગોંડલ તાલુકા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)