Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

લીંબડી બેઠક પર કોંગ્રેસ ધારાસભ્યના ભત્રીજાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા અનેક અટક્ળ

ગોપાલ મકવાણા કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાના ભત્રીજા

સુરેન્દ્રનાગરના લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોળી સમાજના ગોપાલભાઈ મકવાણાએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ‌ભર્યું છે  સાયલા તાલુકાના યુવા અને કોળી સમાજના આગેવાને પેટા ચૂંટણીમાં ઝંપલાવતા રાજકારણ ગરમાયું.છે ગોપાલ મકવાણા કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાના ભત્રીજા થતા હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે .

સુરેન્દ્રનગરની સાયલા વિધાનસભા સીટ પર કોળી સમાજના સૌથી વધુ મત છે. જો કોંગ્રેસ અને ભાજપએ લિંબડી,ચુડા અને સાયલા વિધાનસભા સીટ પર કોળી સમાજને ટીકીટ નહીં ફાળવતા સાયલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, અગાઉ તેમનાં પરિવારમાંથી કરમશીભાઇ મકવાણા અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા પણ છે. તો પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય સવશીભાઇ મકવાણાના પૌત્ર ગોપાલ ભાઇ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

(8:36 am IST)