Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભાવનગરમાં મલ્ટીલેવલ પાર્કિંગમાં ૩૧મી સુધી લોકો વિનામુલ્યે વાહનો પાર્ક કરી શકશે

નો પાર્કિંગ ઝોન અંગેના જાહેરનામાનો અમલ મૌકુફ

 

ભાવનગર મુખ્ય બજાર, ઘોઘાગેટ, હાઈકોર્ટ રોડ, મોતીબાગ રોડ, ગંગાજળીયા તળાવ સહિતના વીસ્તારોમાં નો પાર્કિંગ ઝોન અંગેબ હાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ લોકો અને વેપારીઓનો વિરોધ થતા હાલ પુરતો મુલત્વીર ાખવામાં આવ્યો છે.

નો પાર્કિંગ ઝોન અંગેના જાહેરનામાનો અમલ મૌકુફ રાખવા અંગે હાપાલિકા કચેરી ખાતે મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશ્નર એન.ડી. ગોપાણી ઉપસ્થિત રહ્યા હતાં. અને માહિતી આપી હતી. દિવાળી તહેવારોમાં લોકોની ભીડને ધ્યાને રાખીને હાલ પ્પુરતો જાહેરનામાનો અમલ મોકુફ રાખવામાં આવ્યો છેઆ ઉપરાંત ગંગાજળીયા તળાવમાં તૈયાર કરવામાં આવેલ મલ્ટીલેવલ પાર્કિંગમાં આગામી ૩૧મી ઓકટોબર સુધી લોકો વિનામુલ્યેત ેમના વાહનો પાર્ક કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે

(12:53 am IST)