Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મોરબી પંથકમાં સગીરાનું અપહરણ : અજાણ્યા શખ્શ લલચાવી લગ્નની લાલચે ભગાડી ગયાની ફરિયાદ

મોરબી તાલુકા પંથકમાંથી કોઈ અજાણ્યો માણસ સગીરાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે

  મળતી વિગત મુજબ મોરબી તાલુકા પંથકમાં રહેતી સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યો માણસ જેના મોબાઈલ નંબર ૯૬૦૩૦ ૫૧૦૬૦ થી ફરી સાથે વાત કરેલ તે માણસે ફરીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ ગયાની સગીરાનાપિતાએ ફરિયાદ નોંધાવી છે

(12:04 am IST)