Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નાગરિકને જે થાય તે કરી લેવા ધમકી આપી : વિડિઓ વાયરલ

નડતરરૂપ વીજપોલને ફેરવવા બાબતની રજૂઆતને લઈ બબાલ

જુનાગઢમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં સામાન્ય નાગરિક વચ્ચે કામ બાબતે બબાલ થઇ હતી. રોડ પર નડતરરૂપ વીજપોલને ફેરવવા બાબતની રજૂઆતને લઈ બબાલ થઇ હતી. સ્ટેન્ડિંગ ચેરમેને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જ્ઞાતિને લઈ પણ બબાલ ચાલી હતી. ઓડિયો ક્લિપ જુનાગઢ ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(8:26 pm IST)