Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

દેવભૂમી દ્વારકા જીલ્લાના સુરજકરાડીમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળતા નોટીસ

ખંભાળિયા, તા. ૧૭ :. સમગ્ર જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો વ્યાપક થયો છે ત્યારે આ સંદર્ભમાં તાજેતરમાં આરોગ્ય વિભાગના ચેકીંગમાં ઓખા પાલિકા વિસ્તારના સૂરજકરાડી વિસ્તારમાં મચ્છરોના પોરા તથા ઈંડા વ્યાપક પ્રમાણમાં મળતા મચ્છરોના આ ઉત્પત્તિ સ્થાનો અંગે પાલિકા તંત્રની ગંભીર બેદરકારી હોય જિલ્લા વહીવટી આરોગ્ય તંત્રએ પાલિકા ચીફ ઓફિસરને લેખિત નોટીસ પાઠવીને આ ગંભીર બેદરકારી બદલ રોગચાળા અધિનિયમ ૧૮૯૭ તથા ભારતીય દંડસંહિતાની કલમ ૧૮૮ હેઠળ ફોજદારી ફરીયાદ શા માટે ના કરવી ? તેવી નોટીસ આપીને ખુલાસો મંગાતા ભારે ચર્ચા જાગી છે.

ઓખા ન.પા.ને અગાઉ ૧૬-૯ તથા ૨૬-૯ એમ બે વખત જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સૂચના છતા ૧૫-૧૦-૧૯ના ચેકીંગ સર્વે થતા સત્યમ સિનેમા વિસ્તાર સૂરજકરાડી પાણી ભરાયેલા હોય તથા મચ્છરોના પોરા ઈંડા તથા ઉત્પત્તિ સ્થાનો મળી આવતા આ પગલા લેવામાં આવ્યા છે.

(1:15 pm IST)