Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દુર કર્યા બાદ હવે કલમ ૩૩૩ દુર કરવાનો સમય આવી ગયો છેઃ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ

જામનગરમાં લક્ષ્મણરાવ ઇમાનદાર સ્મૃતિ સમિતિ આયોજીત વિચાર ગોષ્ઠીમાં જાણીતા પત્રકાર વકતા પુષ્પેન્દ્રએ દેશદ્રોહીઓ પર કર્યા પ્રહારઃ આઝાદીના ૭૦ વર્ષો સુધી શાસકોએ સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહના બલીદાનની અવગણના કરી હતી

જામનગર તા. ૧૭: લક્ષ્મણરાવ ઇમાનદાર સ્મૃતિ સમિતિ જામનગર દ્વારા ટાઉનહોલમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય મીડીયા જગતના પીઢ પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠએ ગોષ્ઠીને સંબોધન કર્યું હતું જેને નગરના પ્રબુધ્ધ નાગરિકો, નગરસેવકો, સંદ્યના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માણ્યું હતું.

નગરજનો માટે યોજવામાં આવેલી વિચાર ગોષ્ઠીમાં કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મેયર હસમુખભાઇ જેઠવા, લક્ષ્મણરાવ ઇમાનદાર સ્મૃતિ સમિતિ જામનગરના પ્રમુખ મનોજભાઇ અડાલજા, મંત્રી દીલીપભાઇ રાઠોડ, ટ્રસ્ટી નિદેશભાઇ વ્યાસ, ધીરજલાલ સાવલીયા, હસમુખભાઇ હીંડોચા, કમલેશભાઇ દવે, ચન્દ્રકાન્ત દ્યેટી વિગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન અને મુખ્ય વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ નો પરીચય ધીરજલાલ સાવલીયા દ્વારા આપવામાં આવ્યો હતો. જયારે મેયર હસમુખભાઇ જેઠવા અને વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠનું પુષ્પગુચ્છથી સ્વાગત લક્ષ્મણરાવ ઇમાનદાર સ્મૃતિ સમિતિના પ્રમુખ મનોજભાઇ અડાલજા દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રોતાઓથી હાઉસફુલ ટાઉનહોલમાં સતત બે કલાક સુધી સંદર્ભો અને અનુભવોને ટાંકતા વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠએ આઝાદી પહેલાના પ્રસંગો, ઈતિહાસની દ્યટનાઓ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ પર પ્રકાશ પાડી પ્રબુધ્ધ નાગરીકોને જકડી રાખ્યા હતાં. પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠએ કહ્યું હતું કે ગુજરાતથી વ્યવસ્થિત ટ્રેનીંગ મેળવી આવેલા બેઙ્ગ ગુજરાતીઓએ જે દેશના ઈતિહાસમાં ૭૦ વર્ષોમાં ન થયું તે ૭૦ દિવસમાં કરી બતાવ્યું અને જમ્મુ કાશ્મીર પરથી કલમ ૩૭૦ નાબુદ કરી બતાવી હવે બંધારણમાંથી કલમ ૩૩૩ જે અંગ્લો ઇન્ડિયન ને મહત્વ આપે છે તે દુર કરવાનો સમય આવી ગયો છે.

ઇસ્લામ આતંકવાદ વિશે રોષપુર્ણ જણાવતા વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠએ જણાવ્યું હતું કે, વિશ્વના અન્ય રાજયોમાં થતા આતંકી હુમલો પાછળ કોનો હાથ છે...? આજે સમગ્ર વિશ્વના ઇસ્લામ આતંકવાદનું ભોગ બની રહ્યું છે હવે તેનો અંત આવવો જરૂરી છે. આઝાદીના ૭૦ વર્ષો સુધી દેશ પર શાસન કરનાર શાસકોએ સુભાષચંદ્ર બોઝ અને શહિદ ભગતસિંહની અગવણના કરી હતી ઇતિહાસને આવનારી પેઢી સમક્ષ ખોટો રજુ કરવાનો હિન્ન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા થોડા વર્ષોમાં આ સ્થિતિમાં સુધારો થયો છે આજે લાલ કિલ્લાની અંદર નેતાજી સુભાષ ચન્દ્ર બોઝનું અલાયદુ મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે જે બદલાતા સમયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

લક્ષ્મણરાવ ઇમાનદાર સ્મૃતિ સમિતિ દ્વારા યોજાયેલી વિચાર ગોષ્ઠીમાં શ્રોતાઓએ વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠને મંત્રમુગ્ધ થઇ એકચીતે સાંભળયા હતા અને સ્ટેન્ડીંગ ઓવેશન આપી તેમના વકતવ્યને સન્માન આપ્યું હતું.

(1:14 pm IST)