Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જામનગરમાં ડેન્ગ્યુનાં કેસમાં કુદકેને ભૂસકે વધારોઃ હાર્દિક પટેલ જી.જી.હોસ્પિટલની મુલાકાતે

જામનગર, તા.૧૭: જામનગરમાં ડેન્ગ્યુના દર્દીઓ ઓછા થવાનું નામ નથી લેતા,તેવામાં જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ૧૭ કેસો પોઝિટિવ ગઈકાલે સાંજ સુધીમાં નોંધાયા છે. આ ઉપરાંત જામનગરની ખાનગી હોસ્પિટલોમાં પણ ડેંગ્યુના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જામનગર શહેરી વિસ્તારોના આરોગ્ય કેન્દ્રોમાં ૩૭ ડેંગ્યુના દર્દીઓ સામે આવ્યા છે.ઙ્ગ

ડેંગ્યુના કેસો વધી રહ્યા છે.ત્યારે રાજયના આરોગ્ય કમિશ્નર શિવહરે જામનગર દોડી આવ્યા હતા. અને તાત્કાલિક સમીક્ષા કરી બેઠકો યોજી હતી. ત્યારે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયુ છે. અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ આજે બપોરે જી.જી.હોસ્પિટલમાં આવી પહોંચશે. અને દવા તેમજ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.

જામનગરમાં વધી રહેલા ડેંગ્યુના કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ખુલ્લા પ્લોટમાં ભરાયેલા પાણીમાં દવાઓના છંટકાવ કરાઈ રહ્યા છે. આ ઉપરાંત ડોર ટુ ડોર આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ અંગે લોક જાગૃતિ કેળવવા પણ પ્રયાસો હાથ ધરાયા છે.(તસવીરઃ કિંજલ કારસરીયા,જામનગર)

(1:12 pm IST)