Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મોરબી હિતુભા ઝાલા ફરાર કેસમાં નરોડા પીએસઆઇ આરોપીના સંપર્કમા હોવાનો ઘટસ્ફોટ

કોલ ડીટેઇલના આધારે ધ્રાંગધ્રા પોલીસને મહત્વની કળી મળી

વઢવાણ-મોરબી તા.૧૭: ધ્રાંગધ્રાના અતિ ચકચારી હિતુભા ફરાર કેસમાં નરોડા પોલીસ સ્ટેશનના PSI છેલ્લા ચાર માસથી આરોપીઓના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. PSI અને આરોપીઓના કોલ ડિટેઇલ કઢાવતા ધ્રાંગધ્રા પોલીસને આ મહત્વની કડી મળી છે.

પોલીસની તપાસમાં ફોરચ્યુનર કારમાં આરોપી ફરાર થયા બાદ પણ PSI તેના સાથે મોબાઇલથી સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત આરોપીને ભગાડવામાં પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ સહીત પાંચ નામો ખુલ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર સાબરમતી જેલ બહારથી જ ફોરચ્યુનર કારમાં પકો ઉર્ફે કાંચો ચીનો અને ગોગો જાપ્તા પોલીસની ગાડી પાછળ જ કાર લઇને હતા જ્યારે વઢવાણ હાઇવે ઉપરથી ઝડપાયેલો ફોરચ્યુનરનો ડ્રાઇવર રોહીત જોષી રીગરોડથી બેસી કાર ચલાવી ઓનેસ્ટ હોટલ સુધી આવ્યો હતો. જ્યાં જોષી અને ગોગો બંન્ને કારમાં બેઠા હતા.

જયારે પકો કારમાંથી ઉતરી સીધો જાપ્તા પોલીસની ગાડીમાં બેઠેલા પી.એસ.આઇ.ને મળવા જતો સી.સી.કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. ત્યાર બાદ નાસ્તો કરતા પોલીસ સાથે ફરાર હિતુભા નાસ્તો કરતા સમયે પણ પકો એની સાથે વાત કરી મોબાઇલમાં વાત કરતો દેખાય છે જે પાછળની કાળા કલરની ફોરચ્યુનર કયાં પહોચી એ વાત કરતો હતો. અને ત્યાંથી કારમાં હિતુભા બેસી જતા ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઉભેલી કાળા કલરની ફોરચ્યુનરમાં બેસી નાસી છૂટયા હતા.

કૂખ્યાત આરોપી હિતુભાને ભગાડવામાં નીચેથી લઇને ઉપર સુધી અગાઉથી જ ગોઠવણ થઇ હોવાની ચર્ચા છે. સાથે તેને ભગાડવામાં ૧૦ કરોડ જેટલી મોટી રકમનો સોદો થયો હોવા સહિતની ચર્ચાઓએ પણ જોર પકડયું છે. જો કે આ મુદ્દે પોલીસે હાલ મૌન સેવ્યું છે.

(1:10 pm IST)