Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પોરબંદરમાં જુગાર રમતા પ શખ્સો ૬૫ હજારની રોકડ સાથે ઝડપાયાં

દરોડા દરમ્યાન જુગાર રમતા ૨ મહિલા નાસી ગઇઃ કાર સહિત પ,૨૭ લાખનો મુદામાલ પકડાયાં

પોરબંદર, તા.૧૭: અહીં નિધિ પાર્કમાં રહેણાંક મકાનમાં એલ સી બીના રેડ કોન્સ્ટેબલ બી.એલ.વિંઝુડા તથા સ્ટાફે દરોડો પાડીને જુગાર રમતા અલ્પેશ કિશોરભાઇ બામણીયા રે. જયુબેલી, ધર્મેશ નીલેશભાઇ રે.જામનગર, રાયદે સુકા  રે.ખંભાળીયા, () મકનશી રે.રાણાવાવ, સાજીદ ઉર્ફે ભુરો ઇકબાલને રૂ.૬૫,૯૨૦ રોકડ સાથે પકડી પાડેલ છે.

દરોડા દરમીયાન જુગાર રમતા ૨ મહિલા મનીષાબેન રામભાઇ અને નયનાબેન રાજુભાઇ નાસી ગયેલ છે. જુગાર રમનારા પાસે રોકડ ઉપરાંત કાર મોબાઇલ નંગ-૬ સહિત કુલ ૫૨૭૪૨૦નો કુલ મુદામાલ મળી આવેલ છે.

(1:08 pm IST)