Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

શનિવારે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનો ૧૭૧મો પાટોત્સવ

પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે અભિષેક - મારૂતી યજ્ઞ શ્રીફળ હોમ વિધી : પ્રવેશ દ્વારનું ઉદઘાટન - અન્નકુટ આરતી

રાજકોટ તા.૧૭ : સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા પરમ પાવન તીર્થરાજ શ્રી સાળંગપુરધામ કે જયા ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરાને પાવન કરી અનેક લીલાઓ કરી છે અને અનાદિ મૂળ અક્ષરમુર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાના પ્રોઢ પ્રતાપથી મહાસમર્થ શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે. દાદાની કૃપાથી લાખો દુઃખીયા જીવ સુખીયા થઇને આનંદીત જીવન જીવી રહ્યા છે.

દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રધ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો ૧૭૧નો વાર્ષિક પાટોત્સવ આવી રહ્યો છે ત્યારે પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી વડતાલ દેશ પિઠાધિપતિ પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશિર્વાદથી અને પ.પુ.ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામીની પુણ્યસ્મૃતિમાં એવં પ.પુ.સ.ગુ.પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી સાળંગપુર નિવાસી શ્રી કષ્ટભંજન દેવનો ૧૭૧મો પાટોત્સવ તથા મારૂતીયાગ તેમજ શ્રી હનુમંત ચરિત્રની ભવ્ય કથા વગેરે કાર્યક્રમોનું આયોજન સંવત ૨૦૭૫ આસો વદ ર તા. ૧૫-૧૦-૨૦૧૯ મંગળવારથી સંવત ૨૦૭૫ આસો વદ પ તા.૧૯-૧૦-૨૦૧૯ શનિવાર દરમિયાન રાખવામાં આવેલ છે.

આજે આ ઘોર કળીકાળમાં પ્રગટ અમોઘ પ્રતાપ દાખવી અખિલ બ્રહ્માંડમાં સુખાકારી અને મંગળકારી દિગંતવ્યાપી ડંકો વાગી રહ્યો છે એવા આ શુભ સ્થાનમાં પ્રૌઢ પ્રતાપી શ્રી કષ્ટભંજન દેવના ૧૭૧માં પાટોત્સવ પ્રસંગે સંવન ૨૦૭૫ના આસો વદ પ તા. ૧૯ના શનિવારે પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના હસ્તે અભિષેક તથા મારૂતીયજ્ઞમાં શ્રીફળ હોમવાનો વિધિ રાખવામાં આવેલ છે.

પાટોત્સવ અંતર્ગત મંગળાઆરતી સવારે પ-૩૦ કલાકે, શણગાર આરતી સવારે ૭ કલાકે, શ્રીકષ્ટભંજન દેવનો પાટોત્સવ અભિષેક સવારે ૮ કલાકે, પ્રવેશદ્વાર ઉદઘાટન સવારે ૮ કલાકે, અન્નકુટ આરતી સવારે ૧૧ કલાકે, કથાપુર્ણાહુતી બપોરે ૧૧-૩૦ કલાકે થશે.

શનિવારે સવારે ૯ વાગ્યે પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ એવમ સદગુરૂ સંતોના સથવારે અને મનોરંજક સંગીતની સુરાવલી સાથે આ પ્રવેશદ્વારનું ભવ્ય ઉદઘાટન કરાશે. પ.પુ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજીસ્વામી - મુખ્ય કોઠારીશ્રી વડતાલ, પ.પુ.સ.ગુ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી ચેરમેનશ્રી વડતાલ, પ.પુ.સદ.શા. શ્રી ધર્મપ્રીયદાસજીસ્વામી ધંધુકા ગુરૂકુલ, પ.પુ.સ.ગુ.શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી વડતાલ (સત્સંગ મહાસભા પ્રમુખશ્રી), પ.પુ.સદ.શ્રી જ્ઞાનજીવનદાસજીસ્વામી કુંડળ, પ.પુ.મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર અમદાવાદ, પ.પુ.સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી બોટાદ, પ.પુ.સ.ગુ.શ્રી ગોવિંદપ્રસાદદાસજી સ્વામી મેતપુર ઉપસ્થિત રહેશે. આ ભવ્ય પ્રવેશદ્વારમાં પ.પુ.સ.ગુ. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના સંતમંડળના માર્ગદર્શન એવં દેખરેખ હેઠળ તૈયાર થયેલ છે.

આ તકે શ્રી નિલકંઠચરણદાસજી સ્વામી - જેતપુર, શ્રીબાલકૃષ્ણદાસજી સ્વામી - મેમનગર, શ્રી સંતવલ્લભદાસજી સ્વામી -  આ.કો.વડતાલ, શ્રીરામકૃષ્ણદાસજી સ્વામી - ઘોલેરા, શ્રીદેવનંદનદાસજી સ્વામી - જૂનાગઢ, શ્રી ભાનુપ્રદાસદાસજી સ્વામી - ડાકોર, શ્રી ઘનશ્યામપ્રસાદદાસજી સ્વામી -  સાળંગપુરવાળા, શ્રીબાલકૃષ્ણદાસજી સ્વામી - મેતપુરવાળા, શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી -  નાસિક, શ્રી ધર્મસ્વરૂપદાસજી સ્વામી -  મુંબઇ, શ્રી વલ્લભદાસજી સ્વામી - વડતાલ, શ્રીશુકદેવપ્રસાદદાસજી સ્વામી -  નાર, શ્રી સુર્યપ્રકાશદાસજી સ્વામી -  સાળંગપુરવાળા, શ્રીભકિતપ્રિયદાસજી સ્વામી -  ઘેલાકાંઠે ગઢડા, શ્રીનારાયણચરણ સ્વામી - વ્રજભૂમી, શ્રી કે.પી.સ્વામી - વડતાલ, શ્રીબાલાસ્વામી ભરૂપ, શ્રીશાંતિપ્રસાદદાસજી સ્વામી - લાઠીદળ, શ્રીકૃષ્ણપ્રિયદાસજી સ્વામી -  (નિલમ સ્વામી), શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી -  ઘોલેરા, શ્રીમાધવસ્વરૂપદાસજી સ્વામી -  બોટાદ, શ્રી હરિચરણદાસજી સ્વામી -  ઘોલેરા, શ્રી અમૃતસાગરદાસજી સ્વામી -  ગવૈયા જૂનાગઢ, શ્રીધર્મપ્રસાદદાસજી સ્વામી -  ખાનદેશી વડતાલ, શ્રીલક્ષ્મીનારાયણદાસજી સ્વામી -  ગઢપુર, શ્રીસ્વયંપ્રકાશદાસજી સ્વામી -  ટાટમ ગુરૂકુળ, શ્રી સત્સંગભૂષણદાસજી સ્વામી - કણભા, શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી -  પોરબંદર, શ્રી કપિલજીવનદાસજી સ્વામી -  વાપી, શ્રી નિર્લેપદાસજી સ્વામી -  બોરસદ, શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી -  રૂસ્તમબાગ, શ્રી હરિકેશવદાસજી સ્વામી -  ઘોલેરા, શ્રી વિશ્વજીવનદાસજી સ્વામી - ગઢપુર, શ્રી રાધારમણદાસજી સ્વામી -  ગઢપુર, શ્રીરાધારમણદાસજી સ્વામી -  રાજકોટ, શ્રીચંદ્રપ્રકાશદાસજી સ્વામી -  દ્વારકા, શ્રીહરિ દાસજી સ્વામી - ભોજપરા, શ્રીકૃષ્ણ જીવનદાસજી સ્વામી -  કોડાઇપુલ, શ્રીવિશ્વવલ્લભદાસજી સ્વામી -  પીજ, શ્રી શ્રીરંગદાસજી સ્વામી - ગોત્રી વડોદરા, શ્રીધર્મનંદનદાસજી સ્વામી -  ઉપલેટા, શ્રીભગવદપ્રસાદદાસજી સ્વામી ગઢપુર, શ્રીભકિતસ્વરૂપદાસજી સ્વામી -  નાહિયેર ગુરૂકુલ, શ્રી ભગવદપ્રસાદદાસજી સ્વામી -  સાવરકુંડલા, શ્રીવિજયપ્રકાશદાસજી સ્વામી -  ડાકોર, શ્રી પ્રભુરણદાસજી સ્વામી - કલાલી, શ્રીપૂરૂષોતમ સ્વામી ઘોલેરા વડતાલ, ગઢપુર, ધોલેરા, જૂનાગઢ વગેરે ધામથી બ્રહ્મનિષ્ઠ સંતો તથા સાંખ્યયોગી બહેનો પધારી દર્શન આશીર્વચનનો લાભ આપશે. સભા સંચાલક પ.પુ.કો.શ્રી જગતપ્રકાશદાસજી સ્વામી ઘાટકોપર પ.પુ.શ્રી પ્રિયદર્શનજી સ્વામી પીજ કરશે.

સમગ્ર મહોત્સવ તથા કથાના મુખ્ય યજમાન સ્વ.વા. અમરશીભાઇ જુઠાલાલ ખંધિયા, સ્વ.દયાબેન અમરશીભાઇ ખંધિયાની સ્મૃતિમાં પ.ભ.મનુભાઇ અમરશીભાઇ ખંધિયા નૈરોબી પુત્ર દિલેશભાઇ મનુભાઇ ખંધિયા યુકે તથા અલ્પાબેન, મિતાબેન પૌત્ર શયન પૌત્રી સીમીન પૌત્રી પ્રાચી તથા નિમેશકુમાર, ભરતભાઇ, ભિખાભાઇ એવં રસીકલાલ સહ કુટુંબ પરિવાર વાર્ષિક પાટોત્સવના સહ યજમાન પ.ભ.પંકજભાઇ ઘનશ્યામભાઇ પટેલ, પ.ભ.નારાયણભાઇ ઘનશ્યામભાઇ પટેલ, પ.ભ. અલ્પીતભાઇ પંકજભાઇ પટેલ, પ.ભ. અમીતભાઇ હસમુખભાઇ પટેલ, પ.ભ.નિલકંઠ અલ્પીતભાઇ પટેલ વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ સભ્યશ્રીઓ પ.પુ.સગુ.બ્ર.સ્વા. પ્રભુતાનંદજી ટ્રસ્ટીશ્રી વડતાલ, પ.પુ.પાર્ષદ ઘનશ્યામ ભગતજી ટ્રસ્ટીશ્રી વડતાલ, પ.પુ.પાર્ષદ ભાસ્કર ભગતજી સલાહકાર સભ્યશ્રી વડતાલ, પ.ભ. સંજયભાઇ શાંતિલાલ પટેલ સેક્રેટરી ભરૂચ, પ.ભ. ગણેશભાઇ લવજીભાઇ ડુંગરાણી ટ્રસ્ટીશ્રી સુરત, પ.ભ.પ્રદિપભાઇ નટવરલાલ બારોટ ટ્રસ્ટીશ્રી મુંબઇ, પ.ભ.શંભુભાઇ બાવચંદભાઇ કાછડીયા ટ્રસ્ટીશ્રી સુરતનો સહયોગ મળ્યો છે.

સાળંગપુર હનુમાનજી મહારાજના ૧૭૧માં પાટોત્સવ પ્રસંગે તા.૧૫ થી ૧૯ સુધી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મુખ્ય મંદિર ખાતે સવારે ૮-૩૦ થી બપોરે ૧૧-૩૦ અને સાંજે ૪ થી ૬-૩૦ સુધી પૂ.હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વ્યાસાસને શ્રી હનુમંત ચરિત્ર કથા યોજાઇ છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથા અને દર્શનનો લાભ લઇ રહ્યા છે. આ પુણ્યાવસરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન, અભિષેક, અન્નકુટ, યજ્ઞદર્શન, કથાશ્રવણ, પ.પુ.આચાર્ય મહારાજશ્રી એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા આપ સૌ પ્રેમીભકતોને પરિવાર સહિત પધારવા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી એવમ મનુભાઇ અમરશીભાઇ ખંધિયા નૈરોબી તથા પંકજભાઇ ઘનશ્યામભાઇ પટેલ સહિત આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે કાળીચૌદશનાં સમુહ યજ્ઞ - લક્ષ્મીપૂજન - અન્નકુટોત્સવ

રાજકોટ તા.૧૭ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં દિપાવલી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે.

કાળીચૌદશ તા.૨૬-૧૦-૨૦૧૯ના શનિવારના રોજ પુજાવિધિ (યજ્ઞ)માં બેસવા ઇચ્છતા હરિભકતોએ અગાઉ રૂબરૂ અથવા ફોન થી (૯૮૨૫૮ ૩૫૩૦૪-૦૫-૦૬) પોતાના નામ નોંધાવી દેવા જણાવ્યું છે.

તા.૨૬ શનિવારે કાળીચોૈદશ સમુહયજ્ઞ પૂજન કાર્યક્રમ સમુહયજ્ઞ પ્રારંભ સવારે ૭ કલાકે, અભિષેક આરતી સવારે ૯ કલાકે, સમુહયજ્ઞ પુર્ણાહુતી બપોરે ૧૨ કલાકે તેમજ તા. ૨૭ રવિવારે દિપાવલી કાર્યક્રમ ચોપડાપૂજન (શારદાપુજન અને લક્ષ્મીપૂજન) બપોરે ૧:૪૮ થી ૩:૧૫ કલાક સુધી દિપોત્સવ સાંજે ૬-૩૦ કલાકે (સંધ્યાઆરતી), આતશબાજી રાત્રે ૯ થી ૧૦ કલાકે મંદિરના દર્શન રાબેતા મુજબ તા. ૨૮ સોમવાર સં.૨૦૭૬ નૂતનવર્ષ તથા અન્નકુટોત્સવ મંગળાઆરતી સવારે પ કલાકે, શણગાર આરતી સવારે ૭ કલાકે, દર્શન બંધ સવારે ૯-૩૦ થી ૧૧ કલાકે, અન્નકુટ આરતી સવારે ૧૧ કલાકે, અન્નકુટ દર્શન સવારે ૧૧ થી બપોરે ૪ સુધી, સંધ્યા આરતી સાંજે ૬-૩૦ કલાકે સાંજનો થાળ સાંજે ૭ થી ૭-૪૫ કલાક સુધી શયન રાત્રે ૯ કલાકે સાથે કાર્યક્રમ વિરામ લેશે.

(11:59 am IST)