Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મંદી અને પ્રજાની બેહાલી વિરોધમાં ઉપલેટામાં સીપીએમ દ્વારા ધરણા દેખાવો

 ઉપલેટા તા ૧૭  : દિલ્હીમાંથી ડાબેરી પક્ષોએ સંયુકત રીતે એક સપ્તાહ સુધીનું આંદોલન દેશભરમાં જાહેર કરેલ મંદી અને ખેડુતો મજુરો, નાના વેપારીઓ,મધ્યમ વર્ગની બેહાલીના વિરોધમાં જાહેર થયેલ આંદોલનનો પડઘો ઉપલેટામાં પડયો છે. આજ રોજ માર્કસવાદી સામ્યવાદી પક્ષે ઉપલેટાના બાપુના ચોકમાં ધરણા દેખાવો કરવામાં આવેલ, ખેડુતો, મજુરો, નાના વેપારીઓ ધરણા દેખાવામાં સામેલ થયેલ માર્કસવાદી સામ્યવાદી પક્ષ ઉપલેટા એકમના મંત્રી વિનુભાઇ ઘેરવડાએ ધરણામાં ઉપસ્થિત લોકોને જણાવેલ કે આજે દેશમાં ભયંકર મંદીનો માહોલ છે. ઉદ્યોગ કારખાના વેપારમાં મંદીમાં ફસાઇ ગયા છે. લાખો મજુરો બેકાર બની રહયા છે. લોકોની ખરીદ શકિત નબળી પડતા વેપારની બજારો સુમસામ ભેકાર છે. ખેતી  સંકટગ્રસ્ત છે, ખેત પેદાશોના વ્યાજબી ભાવ ન મળતા ખેડુતોની આવક ઘટી છે. ખેડુતો કરજદાર બન્યા છે. આંગણવાડી આશાવર્કર, વનરક્ષક, ગ્રામરક્ષક બેંક મિત્ર અને ફિકસ પગારવાળાને ઓછા પગાર કારણે બે હાલ છે. તમામ ક્ષેત્ર બે હાલ છે. સાર્વજનીક ક્ષેત્રમાં સરકાર મુડી રોકાણ કે તો દેશ બચી શકે તેમ છે. નિષ્ફળ ભાજપ સરકાર સામે ડાબેરી પક્ષોની લડત અવિરત ચાલુ રહેશે.

આજના ધરણા આંદોલનમાં સીપીએમના જીલ્લામાંથી મંત્રી ડયાભાઇ ગજેરા, દિનેશભાઇ કંટારીયા, વિનુભાઇ ઘેરવડા, કે.ડી. સીણોજીયા, ખીમાભાઇ આલ, ભાવેશ રાજગોર, વર્ધેન મારવાડી, ધીરૂભાઇ બાવરીયા, શાંતીભાઇ લક્કડ, ઉમરભાઇ સહીતના આગેવાનો, ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

(11:50 am IST)