Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઉનાઃ વીજ ફોલ્ટ રીપેર કરવા નહીં દઇને ફરજમાં રૂકાવટ કર્યાની સરપંચ સહિત ર૦ સામે ફરિયાદ

ઉના તા. ૧૭: તાલુકાનાં પાણ ખાણ ગામે ફોલ્ટ રીપેરીંગ કરવા ગયેલ ટીમને રીપેરીંગ ન કરવા દઇ ગેરકાયદેસર બેસાડી રાખી ફરજમાં રૂકાવટ કર્યાનાં સરપંચ સહિત ર૦ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ધોકડવા પેટા વિભાગીય પી.જી.વી.સી.એલ. કચેરીમાં ફરજ બજાવતા કાંતીલાલ નાનાભાઇ ગામેતી રે. મુળ મોટી મોરતા મેઘરાજ જીલ્લો અરવલ્લી હાલ સાગર સોસાયટી ઉના લાઇનમેન ઇન્સ્પેકટર વીજ કચેરીમાં ફરજ બજાવે છે. તે તેના સ્ટાફ ઉના તાલુકાના પાણ ખાણ ગામે ફિડરમાં ફોલ્ટ હોય રીપે કરવા ગયેલ હતાં ત્યારે પાણ ખાણ ગામના (૧) છગનભાઇ પ્રેમજી લીંબાણી (ર) સરપંચ ભીખુભાઇ કાળુભાઇ (૩) ભીખાભાઇ વાલજીભાઇ લીંબાણી (૪) જેન્તીભાઇ મુળજીભાઇ ગોંડલીયા (પ) જગદીશભાઇ રે. પાણ ખાણ વાળા સહીત ૧પ થી ર૦ જણા આવી ફોલ્ટ રીપેર કરવાનો નથી. ગામમાં નિયમિત વિજ પુરવઠો આવતો નથી. તમારા સાહેબ આવે તે પછી રીપેરીંગ થશે તેમ કહી બેસાડી રાખી કામ કરવા ન દઇ ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગે ૧૦૦ નંબર ફોન કરતા પોલીસ આવી તમામ કર્મચારીઓને છોડાવેલ આરોપી સામે ફરજમાં રૂકાવટ કરી ગેરકાયદેસર અટકાયત કર્યાની ફરીયાદ દાખલ કરી હતી. પોલીસે કલમ ૧૪૩, ૧૮૬, ૩૦૧ મુજબ ગુનો દાખલ કરી તપાસ પી.એસ.આઇ. જે. વી. ચુડાસમા કરી રહ્યા છે.

(11:49 am IST)