Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જુનાગઢ-મજેવડી વિસ્તારમાંથી દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડતી પોલીસ

જુનાગઢ : શહેર વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પ્રોહી બુટલેગરોની પ્રોહી પ્રવૃતી નાથવા સારૂ તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા અંગેની કડક સુચના થઇ આવતા નાયબ પોલીસ અધિક્ષક પી. જી. જાડેજા જુનાગઢનાઓના માર્ગદર્શન હેઠળ (જે. પી. ગોસાઇ) તથા પો. સ્ટે.ના સ્ટાફ વિસ્તારના પેટ્રોલીંગ દરમ્યાન મજેવડી ગામેથી એક શખ્સ રવિભાઇ દિલીપભાઇ મકવાણા, જાતે વણકર (ઉ.ર૩) રહે. ધોરાજી વાળાને તેના કબ્જાની હોન્ડા એકટીવા માંથી ગે. કા. દેશી પીવાનો દારૂનો જથ્થો જેમાં દેશી દારૂ ભરેલ પાંચ - પાંચ લીટરના બુંગીયા નંગ ૧૭ દારૂ લીટર ૮પ કિ. રૂ. ૧૭૦૦ ના સાથે મળી આવતા કુલ કિ. રૂ. ર૬,૭૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપીને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ કામગીરી અમો (પો. સ. ઇ. જે. પી. ગોસાઇ) તથા એ. એસ. આઇ. વી. એલ. પાતર તથા પો. કોન્સ. જેતાભાઇ જીવાભાઇનાઓ કામગીરમાં હતાં.

(11:46 am IST)