Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જસદણની બજારોને લાગી ઝાંખપ મંદીના મારથી ઘરાકી ઘટી...!

 જસદણ તા. ૧૭: જસદણમાં ખરીદીનો દબદબા વચ્ચે હાલ મંદીનો માર પડતા બજારો સુમસામ ભાસી રહી છે. દીવાળીને આંગળીના વેઢા કરતા પણ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે જસદણની બજારોમા માત્ર ૧૦ થી ૧૫ ટકા જેટલી ઘરાકી દેખાઇ રહેતા વેપારીઓમાં ચિંતાની લાગણી  જોવા મળી રહી છે. શહેરમાં બુટ ચપ્પલ, કિરાણા, કટલેરી, હોઝીયરી, કલર, કાપડ અને રંગોના ઘંધામાં અત્યારે તેજી હોવી જોઇએ પણ દિવાળીને દસ દિવસથી વાર હોવા છતા ભાગ્યે જ ગ્રાહકો દેખાય રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલ મંદી મોંઘવારી ઉપરાંત ઓનલાઇન ખરીદીનું પ્રમાણ રહેતા હાલના સમયમાં ગ્રાહક ભાવ તાલ કરી જતાં રહે છે. હીરામા મંદી મોંઘવારી અને કેટલાય ધંધાઓને નાણા શકિતનો અભાવ રહેતા લોકોની ખરીદ શકિત ઘટતા ધંધા પણ ઘસાતા જઇ રહ્યા છે.

હાલ તો જસદણના વેપારીઓની એવીદશા છે કે 'દેખ કે દુનિયાકી દીવાલી, દિલ મેરા ચુપચાપ જલા'

(11:44 am IST)