Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ફરી એક તળાવ બની રહ્યું છે નર્કાગાર

જામનગરની ભાગોળે આવેલ ઢીચડા નજીક તળાવ મહાનગરપાલિકાના કચરાના નિકાલનું સ્થળ બની જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ઉઠી છે. જામનગરથી ઢીચડા રોડ પર એસ્સાર સ્કુલ સામેના ભાગે આવેલ વિશાળ તળાવ છેલ્લા કેટલાક મહિનાઓથી કચરાના નિકાલ માટે ઉપયોગમાં લેવાઇ છ.ેઆ તળાવ વરસો થયા દેશ-વિદેશના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની હતું જે હવે ગંદકીનો ભોગ બનતા તળાવના પાણી પણ ગંદા બની રહ્યા છે. અને પક્ષીઓ માટેનું સલામત અને અનુકુળ એવુ આ તળાવ બનાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાય વરસો થયા નવા તળાવ ન બનાવી શકતા હોય ત્યારે કુદરતી કે રાજાશાહી સમયથી જે તળાવ છે તેની જાળવણી થાય તે પણ જરૂરી છે. પર્યાવરણ પ્રેમીઓની માંગણી અને આ તળાવની અગત્યતા સમજી તાત્કાલીક આ ગંદકી અહિંથી દુર કરવામાં આવે અને વધુ કચરો અને ગંદકી અહિ ઠલવાતા બંધ કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગણી છ.ે (તસ્વીર : વિશ્વાસ ઠકકર)

(11:44 am IST)