Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પોરબંદરમાં હાફ મેરેથોન દોડ સ્પર્ધા

શ્રી રામ સ્વીમીંગ કલબ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજનઃ ઓનલાઇન રજીસ્ટ્રેશનઃ સ્પર્ધા પુર્વે તાલીમ વ્યવસ્થા

પોરબંદર, તા., ૧૭: દરીયાઇ તાલીમ આપતી અને તરણક્ષેત્રે વિવિધ સ્પર્ધાઓનું નેશનલ અને ઇન્ટરનેશનલ આયોજન હાથ ધરતી પોરબંદર શહેરની અગ્રીમ સંસ્થા શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા આગામી તા.ર૪ મી નવેમ્બરના રોજ ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે દ્વિતીય હાફ મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

નટવરસિંહજી કલબ ખાતે હાફ મેરેથોન સ્પર્ધા અંગે મળેલી કોર કમીટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. બેઠકમાં રાજકોટના મેરેથોન દોડ કોચ રાહુલભાઇ, ડીવાયએસપી જુલીબેન કોટીયા, પ્રોબેશન ડીવાયએસપી વસાવા, પ્રોજેકટ ચેરમેન હર્ષિતભાઇ રૂધાણી, ડો. નુતન ગોકાણી, દીપકભાઇ, પ્રતીકભાઇ ભટ્ટ, હરીશભાઇ પાઉ, પુર્ણેન્દ્ર જૈન, પ્રતાપભાઇ, ભીખુભાઇ ચાવડા, શાંતિબેન ઓડેદરા, હસમુખભાઇ સરવૈયા ઉપસ્થિત રહયા હતા.

શ્રી રામ સી સ્વીમીંગ કલબ તથા સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે યોજાનાર હાફ મેરેથોન સ્પર્ધામાં જુદી જુદી વય જુથના રમતવીરો ભાગ લઇ શકશે જેમાં ૪૦ થી ૧૦૦ વયના માટે ૨૧ કિ.મી. હાફ મેરેથોન, ૪૦ થી ૧૦૦ વય માટે ૧૦ કી.મી. ફીટનેશ રન, ૧૪ થી ૧૦૦ વય માટે પ કી.મી. ફન રન, ૬ થી ૧૦ વય માટે ર કી.મી. કીડ રન, ૧૬ થી ૪૦ વય ર૧ કી.મી. હાફ મેરેથોન, ૧૪ થી ૪૦ વયમાટે ૧૦ કી.મી. ફીટ નેશ રન અને ૧૦ થી ૧૪ વય માટે પ કિ.મી. હેમીરનનો સમાવેશ થયેલ છે. આ મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ભાગ લેનાર રમતવીરો માટે વિવિધ સ્થળોએ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રી કૌશીક સિંધવા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાંદીપની પાસે સવારે ૬ થી ૮  (ર) જેસલભાઇ ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી સવારે ૯ થી ૧૦.૩૦ (૩) શાંન્તિબેન ઓડેદરા ડો.ગોઢાણીયા મહિલા કોલેજ સાંજે  પ થી ૬.૩૦ હસમુખભાઇ સરવૈયા, ઇન્દીરાનગર, રાજીવ પાર્ટી પ્લોટ સવારે ૬ થી ૮ વિવિધ સ્થળોએ હાફ મેરેથોન દોડ પુર્વે તાલીમ-માર્ગદર્શન આપવામાં આવશે. પ્રોજેકટ ચેરમેન હર્ષિતભાઇ રૂધાણી તથા શ્રી રામ સી. સ્વીમીંગ કલબના પ્રમુખ શ્રી કીશોરભાઇ થાનકીની યાદીમાં જણાવાયું છે.

(11:47 am IST)