Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

લઘુ અખબારોના સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો વર્ષ ૨૦૨૦ સંગઠન વર્ષ તરીકે મનાવવા નિર્ધારઃ શંકર કતીરા

ભુજ,તા.૧૭:એશોશીએશન ઓફ સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપર ઓફ ઈન્ડિયાની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક ઉતર પ્રદેશના કાનપુર ખાતે આયોજિત થઈ હતી.

પ્રારંભે યજમાન યુ.પી રાજય સંગઠન દ્વારા સૌને આવકાર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ

સંગઠનના દેશભરમાંથી હાજર રાજય પ્રતિનીધિઓએ કામગીરી પર પ્રકાશ પાડયો હતો અને સંગઠનના વિસ્તાર માટે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી સભાપતિ અને સીનીયર સભ્ય અશોક ચતુર્વેદિએ સંગઠનની પ્રગતિ માટે સભ્યોને મૂલ્યવાન સૂચનો કર્યા હતા

રાષ્ટ્રીય મહાસચીવ શંકર કતીરાએ વર્તમાન સમયમાં નાના અખબારોને વિજ્ઞાપન અને રજીસ્ટાર ઓફ ન્યુઝ પેપર ઓફ ઈન્ડિયા તેમજ પોસ્ટ ખાતા દ્વારા વિના કારણ લદ્યુ અખબારોને કરવામાં આવતી પરેશાની બાબત ઉગ્ર રજૂઆત કરી નિવેડો લાવવા પર ભાર મુકયો હતો તેમજ આગામી ૨૦૨૦ ના વર્ષને સંગઠન વર્ષ જાહેર કરી દેશભરમાંથી વધુનેવધુ સભ્યો બને તે માટે આહવાન કર્યુ હતુ.

ઉપરાંત લદ્યુ અખબારોને લાગુ પડતા જી.એસ.ટી.ને દૂર કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

(11:40 am IST)