Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પોરબંદર જેસીઆઇ પ્લસને ૧૧ એવોર્ડ

વર્ષ દરમિયાન કરેલ ઉત્કૃષ્ટ સેવા કામગીરી માટે વિવિધ એવોર્ડપોરબંદર તા.૧૭ : જેસીઆઇ પોરબંદર પ્લસ દ્વારા વર્ષ દરમિયાન કરેલ તમામ કાર્યક્રમોની રાજય અને રાષ્ટ્રીય કક્ષા સુધી નોંધ લેવામાં આવી છે. જેતપુર ખાતે જેસીઆઇની ઝોન કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં ગુજરાતના દરેક શહેરોના જેસી મેમ્બરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઝોન કોન્ફરન્સના આગલા દિવસે એવોર્ડ જજીંગ સમિતિ દ્વારા દરેક શહેરોની જેસીઆઇ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. આ એવોર્ડ જજીંગ સમિતિ દ્વારા જાહેર કરેલ પરિણામના આધારે નાઇટમાં જેસીઆઇ પોરબંદરના પ્રમુખ નિલેશભાઇ જોગીયાને આઉટ સ્ટેન્ડીંગ પ્રેસીડન્ટ એવોર્ડ પ્રતિપાલસિંહ રાયજાદાને આઉટ સ્ટે. સેક્રેટરી એવોર્ડ, સોનલબેન પટેલને આઉટ સ્ટેન્ડીંગ જેસીરેટ એવોર્ડ તથા બલરામ તન્નાને આઉટ સ્ટેન્ડીંગ જેસી મેમ્બરના એવોર્ડ સહિત જેસીઆઇ પોરબંદરની બેસ્ટ કામગીરી બદલ ઝોન પ્રમુખ સતીષ કોયાણીના હસ્તે વિવિધ પ્રકારના ૧૧ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

જેતપુર ખાતે બે દિવસ સુધી ચાલેલી આ ઝોન કોન્ફરન્સમાં જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયા, પ્રમુખ નિલેશભાઇ જોગીયા, સેક્રેટરી પ્રતિપાલસિંહ રાયજાદા, ઝોન ડીરેકટર કલ્પેશ અમલાણી, પૂર્વ પ્રમુખો બિરાજ કોટેચા, સંજય કારીયા, સંદિપ કાનાણી ઉપરાંત તેજશ બાપોદરા, કેતન પટેલ, બલરામ તન્ના, નિતેશ ચાવડા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)