Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

તળાજામાં દોઢ વર્ષ પહેલા લગ્ન કરનાર વિજ કર્મચારીનું વિજ શોકથી મોત

ભાવનગર, તા.૧૭: ભાવનગર જિલ્લાના તળાજાની વીજ કચેરીના અને ગોરખી ,દેવલી ગામના હેલ્પર આજે સાંજ ના સુમારે ગોરખી ગામની વાડીમાં આજે ફરજપર રહી જમ્પર નું કામ કરતાહતા.એ સમયેજ અચાનકજ ટ્રીપીગ આવતા વિજકર્મી ને શોક લાગતા તેમનું કમકમાટીભર્યું મરણથયું હતું.મૃતક ખદરપર ગામના વતની છે.ને તેમના દોઢવર્ષ પહેલાજ લગ્ન થયા હતા.

આવતીપળે શું થવાનંુ છે તેની ખબરન રહે તેનં નામજ ઝીંદગી. આ વકયો ને ચરિતાર્થ કરતી દ્યટના ની ઉપલબ્ધ વિગતો અનુસાર તળાજા પીજીવીસીએલ ના કર્મચાઈ ગોહિલ જયરાજસિંહ ચંદુભા ઉવ ૩૦,રે ખદરપર. વાળા નજીકના ગોરખી,દેવલી ગામના હેલ્પર તરીકેફરજઙ્ગ બજાવે છે. તેઓ આજે ગોરખી ગામના મકવાણા પ્રાગજીભાઈ સાદુંળભાઈ ની વાડીમાં પાંચેક વાગ્યાનસુમારેઙ્ગ કામ કરતા હતા એ સમયે અચાનક જ વીજ પ્રવાહ શરૂથઈજતા શોક લાગતા વીજકર્મી બેભાન થઇજતા તળાજા ૧૦૮દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કરેલ. આ સમયે તળાજા પીજીવીસીએલ ના અધિકારીઓ, સહકર્મીઓ દોડી આવ્યા હતા.સહ કર્મચારીના જીવન નો પ્રવાહ હણાઈ ગયેલો જોઈને કોણ કોને સાંત્વના આપે તે રીતે આંખમાં અશ્રુધારા વહેવા લાગી હતી.સૂત્રો એ જણાવ્યું હતુંકે મૃતક ના દોઢવર્ષ પહેલાજ લગ્ન થયા હતા. મૃતક ના ભાઈ ભાવનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવે છે.

કોની બેદરકારીના કારણે વીજપ્રવાહ શરૂ થયો?

ખેતીવાડી કનેકશનમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે.વીજ પ્રવાહ તે સમયે બંધ હતો. વીજ પ્રવાહ બંધ કરાવીનેજ કામ કરતા હોવ છતાંયઙ્ગ જયોતિગ્રામ યોજનામાં વીજ પ્રવાહ કઈ રીતે અને કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો.અને તે પ્રવાહ પાંચેક મિનિટ સુધી શરૂ રહેલ હતો.

(11:40 am IST)