Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભાવનગરમાં દિવાળીનાં તહેવારોમાં સાયબર ક્રાઇમ ફ્રોડથી સાવધ રહેવા સાઇબર ક્રાઇમ સેલની અપીલ

ભાવનગર, તા.૧૭:હાલના આધુનિક યુગમાં કોમ્પ્યુટર/મોબાઇલના બહોળા ઉપયોગનાં કારણે પ્રજામાં ઓનલાઇન ખરીદીનો ક્રેઝ ખુબ જ વધવા પામેલ છે. આ દિવાળીનાં તહેવારોમાં પ્રજા તરફથી ઓનલાઇન ખરીદીમાં ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે. અમુક શખ્સો ઓનલાઇન ખરીદી કરવાની પ્રોસેસમાં છેતરપીંડી કરી પ્રજાને લાલચ આપી પોતાની જાળમાં ફસાવી ઓનલાઇન ફ્રોડ કરી પ્રજાનાં પરસેવાની કમાણી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લે છે. આવાં ફ્રોડથી બચવા માટે લાલચને કોરાણે મુકી અધિકૃત વેબસાઇટ પરથી ખરીદી કરવામાં આવે તેમજ ખરીદી કરવાની પ્રોસેસ ઉપર વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે. કોઇ પણ અજાણી લીંક કે જેમાં આમ, કરવાથી તમને આટલો ફાયદો થશે અથવા કોઇ લોભામણી જાહેરાત કરી તમને આ વસ્તુ અથવા આટલાં રૂપિયા લાગશે તેવી લીંક ઉપર કયારેય કલીક ન કરવી. આમ કરવાથી તમે ફ્રોડનો શિકાર થવાની શકયતાઓ વધી જાય છે.જેથી ઓનલાઇન ખરીદી કરતી વખતે કે મોબાઇલમાં આવતી સોશ્યલ મીડીયા જેવી કે, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વિગેરેમાં પણ આવી લીંક મોકલી પ્રજાને ભોગ બનાવતા હોવાનાં બનાવો બનવાનું પ્રમાણ ખુબ જ વધતુ રહ્યુ છે.જેથી સાયબર ક્રાઇમ સેલ, ભાવનગર તરફથી આ દિવાળીનાં તહેવારોમાં પ્રજાને સાવચેત રહેવા માટે ઉપરનાં મુદ્દાઓ ધ્યાને રાખવા અને તેનો અમલ કરી સુખદ અને સુરક્ષિત દિવાળી મનાવવા અનુરોધ કરવામાં આવે છે.

(11:39 am IST)