Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ધોરાજીની રાઉન્ડ ધકલોક સુરક્ષાનો સચોટ ઉપાય સીસીટીવી કેમેરા જ છે

રાજકોટ રૂરલ એસપી સમક્ષ થયેલી રજુઆત સ્વીકારાઇ

ધોરાજી, તા.૧૭:  ધોરાજી ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ લોક સંવાદ કાર્યક્રમમાં ધોરાજીના તમામ નગરજનો વતી પત્રકારો નયન કુહાડીયા અને ભરતભાઈ બગડાએ જિલ્લા પોલીસવડા શ્રી બલરામ મીણા સ્વાગત અભિવાદન કર્યું હતું. લોક સંવાદ કાર્યક્રમ બાદ પત્રકારોએ જિલ્લા પોલીસ વડા સાથે બેઠક યોજી ધોરાજી શહેરની સુરક્ષા માટે ઉપયોગી બની રહે તેવા સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ખાસ ચર્ચા કરી હતી. જેમાં પત્રકાર નયન ભાઈ કુહાડીયા અને ભરત બગડાએ જણાવેલ કે રાજકોટ જિલ્લાના અન્ય શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ધોરાજી શહેરમાં જો આ પ્રકારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો સલામતી અને સુરક્ષા વધારે મજબૂત થઈ શકે તેમજ લૂંટ, અપહરણ,વાહનચોરી, કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિઓ મા સામેલ આરોપીઓ ની ઓળખ મેળવવી સરળ પડે. તેમજ ગુનાહિત પ્રવૃત્ત્િ।ઓ પર અંકુશ આવે.

જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા સાહેબ એ જણાવેલ કે શહેરમાં જો સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તોગુનાખોરી અટકે તેમજ ગુનેગારોને શોધવામાં ઉપયોગી નીવડે.સીસીટીવી કેમેરા ૨૪ કલાક શહેરની સુરક્ષા કરતું સુરક્ષા ચક્ર ગણી શકાય.હાલનો સમય ટેકનોલોજી નો યુગ છે. જેનો જન સુરક્ષા માટે ઉપયોગ થાય છે.

સીસીટીવી કેમેરા માટે ચર્ચા થતા ધોરાજી ડ્રીમ સ્કુલ ના મનોજ ભાઈ રાઠોડ અને મેનેજમેન્ટ તેમજ લાયન્સ કલબના પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવે તાત્કાલિક રૂપિયા ૫૧- ૫૧ હજારના અનુદાનની જાહેરાત કરી હતી.

શ્રી બલરામ મીણા  એ જણાવેલ કે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી તેમજ લોકફાળાથી શહેરના મુખ્ય માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી લોક સુરક્ષા વધુ મજબુત બનાવી શકાય તેના માટે લોક સહકાર લઈ આગળ કાર્યવાહી કરીશું.

(11:39 am IST)