Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મોરબીના ચકમપર ગામે ઝાડના થડમાંથી પ્રવાહી નીકળતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું

મોરબી,તા.૧૭: મોરબીના ચકમપર ગામે અચંબિત ઘટના સામે આવી છે. એક લીમડાના થડમાંથી સફેદ રંગનું પ્રવાહી બે દિવસથી સતત નીકળી રહ્યું છે. આ પ્રવાહી સ્વાદમાં મધ જેવું મીઠું છે. આ ઘટનાથી સમગ્ર ગ્રામજનો અચંબામાં મુકાઈ ગયા છે.

મોરબીના ચકમપર ગામે આવેલી સમાજવાડીના પાછળના ભાગે એક લીમડાના થડમાંથી બે દિવસ પહેલા સફેદ પ્રવાહી અવિરત પણે નીકળી રહ્યું છે. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા સમસ્ત ગામ દ્યટનાને જોવા માટે ઉમટી પડ્યું હતું. બાદમાં બધાએ આ પ્રવાહી ચાખ્યું પણ હતું. જે સ્વાદમાં મધ જેવું મીઠું હતું. દ્યટના અંગે ગામના રવિભાઈ કાલરીયાએ જણાવ્યું કે આ સફેદ પ્રવાહી ઝાડના થડમાંથી નીકળી રહ્યું છે. ગ્રામજનોને નીચે ડોલ રાખી દીધી હતી. આ ઘટનાથી ગામમાં ભારે આશ્યર્ય સર્જાયું છે.

(11:38 am IST)