Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

લીંબડીના રાણાગઢમાં આદિજૂથ યોજના હેઠળ ૧૦૦ ઓઇલ એન્જીન વિતરણ

 વઢવાણ તા.૧૭ : હાલ સુરેન્દ્રનગર જિલ્લા માં સારો એવો વરસાદ પડ્યો છે.ત્યારે જિલ્લા ના નદી અને નાળાઓ અને ડેમો બેકાંઠે વહી રહા છે.ત્યારે હાલ તો ખેડૂતો ને પાક ને પાણી પાવા ની જરૂટ નથી.પરંતુ શિયાળો આવતા ખેડૂતો ને સિયાલા દરમિયાન ખેડૂતો એ વાવેલ પાક ની પિયત માટે ઓઇલ મશીન ની તાતી જરૂર પડશે.

ત્યારે ઉનાળુ પાક લેવા માટે પણ ખેડૂતો ને પાક ને કેનલો અને નાળાઓ નદીઓ માંથી પાણી પાવા માટે મશીન ની જરુર પડે છે.ત્યારે હાલ સરકાર શ્રી દવારા આદીજુથ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ના લીમડી ના રાણાગઢ માં પાટડી ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી દવારા ખેડૂતો ને ઉપયોગી ઓઇલ મશીન વિતરણ કરવા માં આવીયા હતા.

ત્યારે આ ઓઇલ મશીન વિતરણ કરવામાં આવતા આદિજાતિ ના લોકો માં આનદ ની લાગણી વ્યાપી હતી.

(11:37 am IST)