Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

''એના વીના જીવુ એટલી હિંમત નથી એટલે બસ હાર માની લીધી'' એવો મેસેજ કરી યુવકનો આપઘાત

પ્રેમમાં નિષ્ફળતા મળતા કોટડા સાંગાણીના અભય ભુતનો ફાંસો ખાઇ આપઘાત : પરિવારોમાં અરેરાટી

તસ્વીરમાં આપઘાત કરનાર યુવકનો મૃતદેહ નજરે પડે છે.(તસ્વીર-કલ્પેશ જાદવ. કોટડા સાંગાણી)

કોટડા સાંગાણી,તા.૧૭: ''એના વીના જીવુ એટલી હિંમત નથી એટલે બસ હાર માની લીધી'' એવો મેસેજ બહેનને કરી કોટડાસાંગાણીમા યુવાને ગળેફાંસો ખા।। આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત  વિગતો મુજબ કોટડાસાંગાણીમા સરદાર ચોક પાસે ભાડવા રોડ પર રહેતા ૨૧ વર્ષીય અભય જગદિશભાઈ ભુત નામનો યુવાન પ્રેમમા નીષ્ફળ જતા ગત રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે હડમતાળા રોડ પર આવેલ તેમની વાડિના મકાનની આડી પર દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

અભય પોતે કોઈ યુવતીના પ્રેમમા હોઈ પરંતુ તે પ્રેમમા નીષ્ફળ ગયો હોઈ લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ સામે આવ્યુ છે.અભયે આત્મહત્યા કરતા પહેલા તેમની બહેનને વ્હોટ્સેપમા મેસેજ કરી પોતે પ્રેમમા નીષ્ફળ જવાથી આત્મહત્યા કરતો હોલાનુ જણાવ્યું હતુ. જે મેસેજ તેમની બહેન દ્રારા વહેલી સવારના સમયે રીડ કરતા બનાવની જાણ થઈ જે અંગે પરીવારજનોને વાત કરતા બધા વાડિએ દોડી ગયા હતા ત્યારે મકાનની આડીપર અભયનો લટકતો મૃતદેહને જોઈ પરીવારજનોને પગ નીચેથી જમીન સરકિ ગઈ હતી.

બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસને જાણ કરાતા હેડ કોન્સ્ટેબલ એમ બી કટેશીયા સહીતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી બોડીને પીએમ અર્થે સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી.પરીવારજનોના નીવેદનો નોંધી આ મામલે વધુ તપાસ એમ બી કટેશીયા એ હાથ ધરી હતી.જુવાન જાય દિકરાએ આત્મહત્યા કરી લેતા પરીવારમા ભારે કલ્પાંત સર્જોયો છે.

(11:37 am IST)