Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદી : ઉત્પાદનમાં ૩૦ ટકા સુધીનો કાપ

મોરબી,તા.૧૭: સિરામિક ઉદ્યોગ દેશ દુનિયામાં વિખ્યાત બન્યો છે સરકારના ટેકા કે સહાય વિના આપબળે જ મોરબીના ઉદ્યોગ સાહસિકોએ સિરામિક ઉદ્યોગને વૈશ્વિક ઓળખ આપી છે જોકે હાલ સિરામિક ઉદ્યોગની સ્થિતિ સારી કહી સકાય તેવી નથી અને ઉદ્યોગ હાલ મંદીનો માર સહન કરી રહ્યો છે

મોરબીનો સિરામિક ઉધોગ દેશના ટાઈલ્સ ઉત્પાદનનો ૯૦ ટકા હિસ્સો ધરાવે છે અને ચીન સાથે ઉદ્યોગ સીધી સ્પર્ધા કરે છે જોકે લાખો લોકોને રોજગારી આપનાર ઉદ્યોગ હાલ મંદીના ખપ્પરમાં હોમાયો છે અગાઉ પ્રદુષણના નામે કોલગેસ પ્રતિબંધ અને બાદમાં પ્રદુષણ મામલે ૪૦૦ કરોડથી વધુનો દંડ ફટકારાતા સિરામિક ઉદ્યોગને બેવડો ફટકો પડ્યો છે અને ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે સિરામિક ઉદ્યોગની મંદીની ભયંકર અસરો એના પરથી સમજી સકાય કે અગાઉ જયાં ૫૫૦૦ ટ્રકના લોડીંગ અને અનલોડિંગ માટે આવતા હતા ત્યાં હાલ ૩૦૦૦ ટ્રકો માંડ લોડીંગ અનલોડિંગ કરી રહ્યા છે તો નેચરલ ગેસ જે સિરામિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાય છે તેના વપરાશમાં પણ દ્યટાડો જોવા મળે છે અને અગાઉ કરતા હાલ સિરામિક એકમો ૨૫ થી ૩૦ ટકા જેટલો ગેસનો ઓછો વપરાશ કરે છે જે ઉત્પાદનમાં કાપ દર્શાવે છે તેમજ મોરબીમાં કાર્યરત ૮૫૦ જેટલી ફેકટરીઓ કેપેસીટીના માત્ર ૭૦ ટકા જેટલું જ ઉત્પાદન હાલ કરી રહી છે ઉદ્યોગ જગતના નિષ્ણાંતો પાસેથી મળતી માહિતી મુજબ ૩૫ ટકા જેટલી માંગ પણ સ્થાનિક માર્કેટમાં દ્યટી હોય અને દેશના ગ્રામ્ય વિસ્તારોમાં સિરામિક ટાઈલ્સ પ્રોડકટની માંગ હાલ ૩૫ ટકા જેટલી દ્યટવા પામી છે જેથી ઉદ્યોગ મંદીના વમળોમાં અટકયો છે તો સિરામિક ઉદ્યોગ જેનું વાર્ષિક ટર્નઓવર ૪૨૦૦૦ કરોડ જેટલું હોય છે તે ચાલુ નાણાકીય વર્ષમાં ૩૦,૦૦૦ કરોડ સુધી સમેટાઈ સકે છે તેવી માહિતી પણ ઉદ્યોગ જગતના નિષ્ણાંતો પાસેથી મળી રહી છે

મોરબીનો સિરામિક ઉદ્યોગ લાખો લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી આપતો ઉદ્યોગ છે જેમાં દેશના મોટાભાગના રાજયના લાખો શ્રમિકો રોજગારી મેળવે છે જોકે આમ જ ઉત્પાદન કાપ અને મંદીનો માહોલ રહ્યો તો લાખો શ્રમિકો બેરોજગાર થશે

મોરબી વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે સિરામિક ઉદ્યોગમાં હાલ ડોમેસ્ટિક માર્કેટમાં ૩૫ ટકા જેટલી ડીમાંડ દ્યટી છે અને ફેકટરીઓ પણ તેની કેપેસીટીના ૭૦ ટકા જેટલું જ ઉત્પાદન કરે છે કુલ ઉત્પાદનમાં હાલ ૨૫ થી ૩૦ ટકાનો કાપ છે અને મંદીનો માહોલ આમ જ રહ્યો તો હજુ પણ ઉત્પાદન કાપ વધી સકે છે તેમ જણાવ્યું હતું

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો પ્રમુખ પ્રભાતભાઈ આહીર સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે કે એક સમયે મોરબીમાં પ્રતિદિન ૫૫૦૦ થી ૬૦૦૦ જેટલી ટ્રકો લોડીંગ-અનલોડીંગ થતી હતી જયારે હાલની સ્થિતિએ ૩૦૦૦ થી ૩૫૦૦ ટ્રકો લોડીંગ-અનલોડીંગ થાય છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના કામકાજમાં ૪૦ ટકા મંદી જોવા મળે છે જેથી ટ્રાન્સપોર્ટર પણ મુશ્કેલીમાં મુકાયા છે

ડોકટર એસો દ્વારા 'તરૂણાવસ્થાને સમજો' ફ્રી સેમીનાર

ઇન્ડિયન મેડીકલ એસો મોરબી અને એસોશીએશન ઓફ પીડ્યાટ્રીશયન મોરબી દ્વારા તા. ૧૭ ને ગુરુવારે આઈએમએ હોલ, રવાપર રોડ નીલકંઠ વિધાલય સામે મોરબી ખાતે તરુણાવસ્થાને સમજો (ઉ.વ.૧૩-૧૯) વિષય પર ફ્રી સેમીનાર યોજાશે જેમાં વકતા તરીકે ડો. રમેશ બોડા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે સેમીનારમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે રજીસ્ટ્રેશન માટે હિતેશ બોડા મો ૯૮૭૯૬ ૨૨૨૧૨ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

પુસ્તક અને બાળગીતોની ડીવીડીનું વિમોચન

બાળ સાહિત્યના સ્વરચિત ચાર પુસ્તકો પ્રકાશિત કર્યા બાદ સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી શૈલેષ કાલરીયા દોસ્ત લિખિત 'ક્ષણોનું સામ્રાજય' લદ્યુકથાઓ અને બાળગીતોની સંગીતમય વિડીયો ડીવીડી 'મજાના બાળગીતો' નો વિમોચન સમારોહ તા. ૧૯ ને શનિવારે સાંજે ૫ થી ૭ કલાકે નીલકંઠ વિધાલય, રવાપર રોડ મોરબી ખાતે યોજાશે

જે વિમોચન સમારોહમાં બાળરોગ નિષ્ણાંત અને સાહિત્યકાર ડો. સતીશ પટેલ, ગઝલકાર કાયમઅલી હઝારી, કેળવણીકાર ડો. હાજીભાઈ બાદી, કવિ અને શિક્ષક હરેશ વડાવીયા અને પુસ્તક મિત્ર તેમજ પ્રકૃતિ પ્રેમી દ્યનશ્યામભાઈ ડાંગર ઉપસ્થિત રહેશે.

બાદનપર (ધૂળકોટ)માં નકળંંગ નેજાધારી રામામંડળ

તોરણીયાધામ (આશ્રમ) ગૌશાળાના લાભાર્થે તા. ૨૪ ને ગુરુવારના રોજ રાત્રે ૦૯ :૧૫ કલાકે ગામ બાદનપર ધૂળકોટ તા. મોરબી ખાતે નકળંગ નેજાધારી રામામંડળનું આયોજન કરેલ છે જેમાં એક પ્રખ્યાત ગાયક કલાકાર સાથે બે દિગ્ગજ હાસ્ય કલાકારો પણ ઉપસ્થિત રહેશે ગૌશાળાના લાભાર્થે યોજાનાર રામામંડળ કાર્યક્રમનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ પ્રદીપસિંહ જાડેજા અને મંત્રી કરણ સોલંકીએ જણાવ્યું છે

રોટરી ડીસ્ટ્રી ગવર્નરનો સ્વાગત સમારોહ

રોટરી કલબ ઓફ મોરબી દ્વારા ગુરુવારે સ્વાગત સમારોહ યોજાશે રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ ના ગવર્નર રોટે. અનીષ શાહ અને રોટે સ્વાતી શાહ રોટરી કલબ ઓફ મોરબીની સત્ત્।ાવાર મુલાકાતે આવી રહ્યા છે જેને પગલે તા ૧૭ ને ગુરુવારે રાત્રે ૮ કલાકે શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી, સરદાર રોડ મોરબી ખાતે સ્વાગત સમારોહ યોજાશે તેમ રોટરી કલબ મોરબીના પ્રમુખ રૂપેશ પરમાર અને સેક્રેટરી અબ્બાસ લાકડાવાલાની યાદીમાં જણાવ્યું છે

(11:37 am IST)