Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જામીન પર છુટવાનાં ર૪ કલાકમાં પાસામાં

પાસામાં ધકેલાયેલા જૂનાગઢનાં કોર્પોરેટર સામે ભાજપ પ્રદેશ કક્ષાએથી તોળાતા પગલા

જુનાગઢ તા. ૧૭: પાસામાં ધકેલાયેલા જુનાગઢનાં કોર્પોરેટર અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશી સામે ભાજપ પ્રદેશ કક્ષાએથી પગલા તોળાય રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

તાજેતરમાં જુનાગઢનાં સુખનાથ ચોક વિસ્તારમાં અબ્બાસ કુરેશીએ પી.એસ.આઇ. શ્રી લાલકા સહિતના પોલીસે કાફલા ઉપર હુમલો કરી અને જ્ઞાતિ વિશે ટિપ્પણી કરેલ અને પોલીસની ફરજમાં રૂકાવટ કરતા તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને અબ્બાસને બે દિવસના રીમાન્ડ ઉપર મેળવવામાં આવેલ.

દરમ્યાનમાં ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. આર. કે. ગોહિલ વગેરેએ અબ્બાસ કુરેશી વિરૂધ્ધ એસ.પી. સૌરભસિંહની સૂચનાથી પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલતા કલેકટર ડો. સૌરભ પારધીએ પાસાનું વોરંટ જારી કર્યું હતું.

આ દરમ્યાન અબ્બાસ કુરેશી જામીન પર છુટતાની સાથે જ ક્રાઇમ બ્રાંચે અબ્બાસની ર૪ કલાકમાં પાસા હેઠળ અટકાયત કરી તેને વડોદરા જેલમાં મોકલી આપ્યો હતો.

જૂનાગઢનાં ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેટર પાસા હેઠળ જેલમાં ધકેલાતા હલચલ મચી ગઇ હતી.

દરમ્યાનમાં જુનાગઢ શહેર ભાજપનાં શશીકાંતભાઇ ભીમાણીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, અમે તેને પાસા હેઠળ જેલમાં ધકેલાયાની જાણ પ્રદેશ ભાજપને કરીશું. પગલા લેવાની સતા પ્રદેશ પ્રમુખને છે.

આમ ટુંક સમયમાં અબ્બાસ કુરેશી સામે પ્રદેશ ભાજપ તરફથી પગલા લેવામાં આવે જેવી સંભાવના છે.

નગર સેવક અબ્બાસ કુરેશી સામે ખંડણી, રાયોટીંગ, નિર્લજ હુમલો, ગુનાહિત પ્રવેશ, ખૂનની કોશિષ, પોલીસ પર હુમલો સહિતનાં ગુન્હા નોંધાયા છે.

થોડા સમય પહેલા જિલ્લાના સુખનાથ ચોક વિસ્તાર ખાતે એ ડીવીજન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. દરજજાના અધિકારી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડાવ ગયેલ. તે સમયે આ વિસ્તારના નગર સેવક એવા અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર અબ્દુલ રજાકભાઇ કુરેશીએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી આરોપીઓને ભગાડી દઇ તેમજ પો. ઇન્સ. કક્ષાના અધિકારીની હાજરીમાં પો.સ.ઇ. કક્ષાના અધિકારી ધકકે ચડાવી અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવી અભદ્ર ટીપ્પણી કરી બેફામ ગાળા ગાળી કરી કોમવાદ સર્જાય એવા શબ્દો ઉચ્ચારેલ હોય. જે બનાવ બાબતે જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ સાહેબનાં સીધા માર્ગદર્શન હેઠળ આગામી મહાનગર પાલીકાની પેટા ચુંટણી-ર૦૧૯ સંબંધે આવા ઇસમો ઉપર કડક હાથે કામ લેવાની થયેલ સુચના અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવીર ાખવા સારૃં તેમજ આ માથાભારે ઇસમ વિરૂધ્ધ પાસા જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ જુનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો. ઇન્સ. શ્રી આર. કે. ગોહિલ તથા પો. કોન્સ. યશપાલસિંહ જાડેજા, જીતેક્ષ મારૂ, મોહસીન અબડા, રાજેશ્રી દિવરાણીયા, જયદિપ કનેરીયા દ્વારા તાત્કાલીક અતિ ગુપ્તતા જાળવી ખુબજ ઓછા સમયમાં પાસા દરખાસ્ત તૈયાર કરી મ્હે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા કલેકટર શ્રી સૌરભ પારધી સાહેબ તરફ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ મારફતે મોકલતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરશ્રી જુનાગઢ દ્વારા આ બનાવની ગંભીરતા સમજી અને સામાવાળાની અસામાજીક અને ગેરકાયદેસર પ્રવૃતિ ધ્યાને લઇ ત્વરીત પાસા વોરન્ટ ઇસ્યુ કરતાં જુનાગઢ જિલ્લાના નામચીન તથા માથાભારે ઇસમ એવા અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર અબ્દજુલ રજાકભાઇ કુરેશી (ઉ.વ. ૩૦) રહે. સુખનાથ ચોક, પીશોરીવાડા, શહેરી નં. ૩, શ્રધ્ધા સ્કુલ, અકરમ મંજીલ, જુનાગઢવાળા વિરૂધ્ધ તા. ૧પ-૧૦-૧૯ના પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ. જે પાસા વોરન્ટની ગણતરી કલાકોમાં બજવણી કરી તા. ૧પ-૧૦-ર૦૧૯ ના ક. ર૩-૦૦ વાગ્યે અટક કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ. મજકુર સામાવાળા અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર અબ્દુલ રજાકભાઇ કુરેશી વિરૂધ્ધ જૂનાગઢ શહેરના બે ડીવીજન, બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ૯ જેટલા ગુન્હાઓ નોંધાયેલ છે. જેમાં ખૂનની કોશીષ, રાયોટીંગ, બળજબરી પૂર્વક પડાવી લેવું, પોલીસની ફરજમાં રૂકાવટ, ખંડણી, ચુંટણીલક્ષી ગુન્હો, ગે. કા. અપપ્રવેશ, હથિયારધારા હેઠળના ગુન્હાઓનો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ ઇચા. પો. ઇન્સ. શ્રી આર. કે. ગોહિલ તથા એસ. ઓ. જી.ના ઇચા. પો. ઇન્સ. શ્રી જે. એમ. વાળા તથા પો. સ્ટાફ તથા એ ડીવીઝના પો. સ્ટે.ના ડી-સ્ટાફ પો.સ.ઇ. શ્રી ડી. જી. બડવા તથા પો. સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો. હેડ કોન્સ. એચ.આઇ.સુમરા તથા બી. કે. સોનારા તથા વી. એન. બડવા તથા પો. કોન્સ. યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, કોહસીન અબડા, જયદિપ કનેરીયા, રાજેશ્રી દિવરાણીયા, પો. કોન્સ. સાહીલ સમા, ડાયાભાઇ કરમટા, ધર્મેન્દ્રસિંહ વાઢેળ, ભરત સોલંકીનાઓએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(11:36 am IST)