Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પોરબંદરઃ કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે નિર્દોષ દંડાય છે...!

પોરબંદર તા. ૧૭ :. તાજેતરમાં બહુમતીના જોરે ટ્રાફિક  નિયમના કાયદાઓમાં કેટલાક સુધારા વધારા કર્યા અને કડક નિયમ બનાવ્યા તો કેટલી નવી કલમો  સીધી  તથા પેટા કલમો દાખલ થતા સીધી અપરોક્ષ રીતે ભારતની એક અબજ ત્રીસ કરોડ જનતામાંથી ૧૫ થી ૨૦ ટકા બાદ કરતા ૮૦ ટકા થી ૮પ ટકા નાગરીકોના વ્યથામાં પડી ગયેલ છે. તેમાંથી નીકળવો મુશ્કેલ છે. આ ફાંસલાથી ટ્રાફીક નિયમ આવતાં સામાન્ય વર્ગ ઘર્ષણમાં આવતો જાય છે. કારણ કે સામાન્ય નાગરીક સહનશીલતા ધીરજ ખૂટી ગયેલ છે. ખૂટતી જાય છે. જેના કારણે ઘર્ષણ સર્જાય છે.

સહનશીલતા રહે નહીં સાથે સાથે ટ્રાફીક નિયમના કડક અમલના નામે  દંડની પ્રક્રિયાથી ઉશ્કેરાટ રહે છે. મોબાઇલ દ્વારા વાયરલ થાય  છે.

આવી વ્યકિત કહે તેમ કરવું પડે છે. તેને પાંગળું બનવું પડે છે. અને જરૂર જ બજાવે છે. ગુન્હા કરે તો પણ મૌન રહેવું પડે છે. ફરીયાદ દાખલ કરવા પણ દિવસો સુધી રાહ જોવી પડે છે. શકય હોય ત્યાં સુધી ફરીયાદ દાખલ થતી નથી. તેવી ફરીયાદો કરે છે.

સામાન્ય દંડ આવી વ્યકિતઓનો કર્યો હોય દંડની પાવતી ફાળવી હોય, સરકારી ચોપડે દંડની રકમ નોંધવી હોય ફરજ બજાવવા ટારગેટ પુર્ણ થયાની કામગીરી બતાવવાની હોય તો મુળ ગુન્હેગાર દોષિત વ્યકિતનું નામ નોંધવા દાખલ કરવા કે દંડ વસુલાતની પહોંચ આપવા માટે પ્રતિક્ષા કરવી પડી તેવી સ્થિતિ ધીમે ધીમે બનતી જાય છે કે બની રહી છે.?  તેવી ચર્ચા ઉઠી છે.

વ્યકિતને ફરજ પરના જવાબદારી દંડ કર્યો પોરબંદરના નાગરીકો જાણે છે જાહેરમાં જ દંડ ફટકારયેલ પહોંચ પણ આપવામાં આવી પણ નોંધ કરતાં પ્રતિક્ષા કરવી પડી ? તેવી ચર્ચા ઉઠી હતી.  બીજી તરફ ગર્ભીત ધમકી અવઢવમાં છે. મૌન થઇ ગયેલ છે. તેવી ચર્ચા છે.

એક તરફ સરકર કાયદો વ્યવસ્થા અને રક્ષણ માટે પોલીસ મદદ લેવા, ગુન્હા દાખલ કરવા, ચમરબંધીને ગુન્હો દાખલ થયા પછી છોડશે નહીં તેવી નિવેદનો સાથે તટસ્થ કામગીરી કરી રહી છે. નાગરીકોનું રક્ષણ કરી રહી છે. બીજી તરફ ખાતાકીય પગલા લેવા બદલી કરાવવી વિગેરે કાર્યવાહીનો ભયનો કોરડો નિષ્ઠાવાનને વિંજી રહી છે.

આશ્ચર્ય છે કે સામાન્ય ન્યાય માંગનાર કાયદાનો આશરે ચાલનાર નાગરીકને માનભેર બોલાવવા આશ્વાસન આપવા કે, બેસવા માટે પણ વ્યવસ્થા ન કરવા અને બને ત્યાં સુધી ફરીયાદ નોંધવાનું ઉપાડવું નહીં. અને બહુ આગ્રહ રાખો તો લેખીતમાં ફરીયાદ આપી જાવ. તપાસ કરાવશું યોગ્ય લાગે તો ગુન્હો દાખલ કરશું તેવા જવાબો મળે છે. તેવી ફરીયાદો છે.

(11:35 am IST)