Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા મેઘપરમાં ત્રિવિધ સેવા પ્રકલ્પો યોજાયા

સરોવરનું ખાતમુહુર્ત સર્વ રોગ નિદાન કેમ્પ તથા રકતદાન યોજાયો

મોરબી,તા.૧૭:ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાના સ્મરણાર્થૈ ત્રિવિધ સેવા પ્રકલ્પોનું મેદ્યપર (દેરાળા) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નિરજ સરોવરનું ખાત મુહૂર્ત, સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ તથા સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં દાતા પરિવારના વિનોદભાઈ પરબતભાઈ મકવાણા તથા અનિલભાઈ પરબતભાઈ મકવાણાના આર્થિક સહયોગથી ૬૨૧ દર્દીઓને તપાસી તેમને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. જેમા આઈએમએ મોરબીના પ્રમુખ અને ભારત વિકાસ પરિષદ મોરબીના ઉપપ્રમુખ ડો. જયેશભાઈ પનારાના નેતૃત્વમાં વિવિધ તજજ્ઞ અને સેવાભાવી ડોકટરો ડો. મહેન્દ્ર ફેફર, ડો. ભાવેશભાઇ શેરશિયા, ડો. યશરાજસિંહ ઝાલા, ડો. નયનભાઈ પટેલ, ડો. અર્પણાબેન કૈલા, ડો. ચિરાગભાઈ આદ્રોજા, ડો. અલ્પેશભાઈ ફેફર, ડો. શૈલેષ પટેલ, ડો. દિલીપભાઈ ચૌહાણ, ડો. પ્રકાશભાઈ વિડજા, ડો. ઉત્સવભાઈ દવે તથા ડો. રવિરાજ મકવાણા સહિતના તબીબોએ સેવા આપી હતી.

'નિરજ સરોવર' નું ખાત મુહૂર્ત વવાણિયા ધામના મહંત જગન્નાથજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૧ બોટલ રકતદાન કરી સ્વ નિરજને સ્નેહપૂર્ણ શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ પ્રસંગે વવાણિયા ધામના મહંત જગન્નાથજી ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી મંત્રી હરેશભાઇ બોપલીયા પ્રાથમિક શિક્ષક સંદ્યના દિનેશભાઈ હુંબલ રાજુભાઈ મંઢ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ડોકટરોનું મોમેન્ટો અને પુસ્તક આપી ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તથા દાતા પરિવારનું શાલ અને પુસ્તકો દ્વારા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

(11:35 am IST)