Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

લાઠી-દામનગર તાલુકાના વિજપ્રશ્નો ઉકેલવા રજૂઆત કરતા તળાવીયા

બાબરા તા.૧૭ : દામનગર તેમજ લાઠી તાલુકા ગામડાઓમાં વીજ પુરવઠા બાબતે પીજીવીસીએલની અવારનવાર ફરીયાદો મળતી હોવાના કારણે પ્રમુખ જનકભાઇ પી.તળાવીયા દ્વારા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ તથા કાર્યપાલક ઇજનેર અમરેલીને ધારદાર રજૂઆત કરવામાં આવી છે.

હાલ કપાસ તેમજ મગફળીની સિઝન ચાલુ હોય ત્યારે તેમાં પાણી પિયત કરવાનુ શરૂ છે ત્યારે સમયસર પુરતો વીજ પુરવઠો આપવામાં આવતુ નથી તેમજ વારંવાર વિજ પુરવઠાને બંધ કરી દેવામાં આવે છે. ટેલીફોનીક ફરીયાદ લખાવવામાં આવે છે તેના આઠ દિવસ સુધી ફોલ્ટ રીપેરીંગ કરવામાં આવતા નથી કચેરી દ્વારા બહાના બતાવવામાં આવે છે કે પુરતો સ્ટાફ ન હોવાના કારણે રીપેરીંગ કામ થઇ શકશે નહી.

હાલ કપાસની સિઝન ચાલુ હોય પાકને પાણી થવાના જરૂરીયાત હોય ત્યારે બે થી ત્રણ કલાક વિજ પુરવઠો અપાતો હોવાથી સમયસર પાણી ન મળવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતી સહેવાઇ રહી છે. જેના પગલે પ્રમુખ શ્રી જનકભાઇ પી.તળાવીયા દ્વારા રજૂઆત કરાઇ છે.

આ ઉપરાંત દામનગર તથા લાઠી તાલુકામાં ઘટતા પીજીવીસીએલના કર્મચારીની ભરતી કરવામાં આવે તેમજ વહેલી તકે સમયસર ખેડૂતોને વિજ પુરવઠો મળી રહે અને પડતી મુશ્કેલી દૂર થાય તેવી અંતમાં માંગણી કરી છે.

(11:30 am IST)