Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા લેવાતી સ્નાતક કક્ષાની પરિક્ષામાં ૬ દિવસમાં ૪પ કોપી કેસ

જુનાગઢ તા.૧૭: જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા સ્નાતક કક્ષાની સેમેસ્ટર ૩ અને પ ની એક સાથે તારીખ ૧૦ થી શરૂ થયેલ પરિક્ષમાં તા.૧૬ સુધીમાં ૪ જીલ્લાઓમાં ૪પ કોપી કેસ સ્કવોડ દ્વારા કરાયા છે.

જેમાં કુલપતિશ્રી પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીના સીધા માર્ગદર્શન હેઠળ પરિક્ષા કેન્દ્રનું ઝીણવટભર્યું સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત આ યુનિવર્સીટી હેઠળ આવતી ચાર જિલ્લાની કોલેજોમાં ૬૪ સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં કોઇ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે ૩ર જેટલી સ્કવોડ બનાવવામાં આવી છે જેમાં ગઇકાલે કોડિનાર નગરપાલિકા કોલેજમાં ર જુનાગઢ જેજેસી ટ્રસ્ટની કોલેજમાં ૧ વિસણવેલની સૌરભ કોલેજમાં ૧ તેમજ જુનાગઢની સીસી એસટી કોલેજ ૧ મળી કુલ ૬ કોપી કેસ કરાયા છે.

(11:28 am IST)