Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સંતાલપુરના પીપરાળા પાસે કચ્છના લાકડીયા ગામના સરપંચની ગાડીમાંથી ચેકીંગ દરમ્યાન ૧૮ લાખની રોકડ ઝડપાઇ

રાધનપુર પેટા ચૂંટણી દરમ્યાન સીઆરપીએફના જવાનોએ કાર ચેક કરી મોટી રોકડ મળતા ઇન્કમટેકસ વિભાગને જાણ કરી

ભુજ, તા.૧૭: રાધનપુરની પેટા ચૂંટણી દરમ્યાન ચેકીંગ પ્રક્રિયાના ભાગરૂપે પીપરાળા ચેક પોસ્ટ ઉપર સીઆરપીએફના જવાનોને એક કાર માંથી મોટી રકમની રોકડ મળી આવી હતી.

જીજે-૧૨-ડીએ ૭૯૭૮ લાકડીયા સરપંચ લખેલી કારમાંથી ૧૮ લાખ રૂપિયા રોકડા મળી આવતા, ચૂંટણી અધિકારી તેમ જ ઇન્કમટેકસ વિભાગને આ અંગે જાણ કરાઈ હતી. જોકે, પૂછપરછ દરમ્યાન આ રકમ ૧૦ ખેડૂતોની હોવાનું અને ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું વેચાણ કરતા મલી હોવાનો આધારપુરાવા સાથે ખુલાસો કરાયો હતો.

જેને પગલે ઇન્કમટેકસ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી.

જોકે, કારમાં લાકડીયા સરપંચ નહોતા. રકમ અંગે કારમાં પ્રવાસ કરી રહેલ અકબરભાઈ રાઉમાએ જીરું વેચ્યાના જરૂરી ખુલાસાઓ કરીને વધુ તપાસ માટે પણ તૈયારી બતાવી હતી.

(11:11 am IST)