Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખીને ધોકાથી માર અમરીને છરીના ઘા ઝીક્યાં

મોરબીમાં જુના ઝધડાનો ખાર રાખીને બે શખ્સોએ યુવાનને ધોકા વડે માર મારી છરીના ઝીક્યા હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ મોરબીના સર્કીટ હાઉસ નજીક રહેતા આરોપી સિકંદર દીલુભાઈ જેડા અને અલ્તાફ દીલુભાઈ જેડાને સાહેદ શાહરૂખ હાજીભાઇ ખોડ સાથે આગાઉ બોલાચાલી ઝધડો થયેલ હોય અને ફરિયાદી ફૈજલ ફિરોજભાઈ સેડાત શાહરૂખ સાથે બેસતા ઉઠતા હોય જે આરોપી સિકંદર અને અલ્તાફને સારું નહિ લાગતા આરોપી સિકંદરએ ફરિયાદી ફૈજલને ગાળ આપી છરી વાત પેટના ડાબા પડખે કમરના ભાગે છરકો કરી આરોપી અલ્તાફએ લાકડાના ધોકા વડે માથામાં ઈજા કરી નાશી ગયા હોવાની ફરિયાદ ફૈજલ ફિરોજભાઈ સેડાતએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે.

 
(12:16 am IST)