Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

બ્રાસના વેપારી સાથે લાખોની ઠગાઇ કરનારા જામનગરના પાંચ શખ્સોની ગેંગ ઝડપાઇ

જામનગર તા.૧૭: ફરિયાદી શ્રી રસીકભાઇ રાધવજીભાઇ કપુરીયા રહે. ઇવા પાર્ક શેરીનં.૪, રણજીતસાગર રોડ જામનગર વાળાની દરેડ જી.આઇ.ડી.સી. કોમ્પેક બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના વેપારીન મોબાઇલ ફોન થી ફોન કરનાર વ્યકિત પોતે પોતાનું ગોપાલ એન્ટર પ્રાઇઝ નામની પેઢી ધરાવતા હોવાનું જણાવી અને તેઓ બ્રાસને લગત મટીરીયલ ખરીદવા માંગતા હોવાનું જણાવી ઓગષ્ટ તેમજ સપ્ટેમ્બર માસમાં આરોપીઓએ ફરીયાદીરીને ભરોસો આપી કારખાના માંથી બ્રાસની નીપલો તથા બ્રાસ રોડના મળી કુલ રૂ. ૧૪,૫૫,૪૫૨/-ના મુદ્દામાલ ની ખરીદી કરી નાણા નહીં ચુકવી ગુનાહીત વિશ્વાસઘાત કરેલની ફરિયાદ નોંધવા પામેલ હતી આ ગુન્હાની મોડસ ઓપરેન્ડીની ગંભીરતા જોતા આ ગુનાની તપાસ પોલીસ અધિક્ષક દ્વારા એલ.સી.બી.ને સોંપવામાં આવેલ હતી.

જામનગરના જિલ્લાના પોલીસ અધિક્ષક શરદસિંઘલની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ. આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ  જામનગર શહેર વિસ્તારમાં એલ.સી.બી.ના પો.સ.ઇ. વી.વી. વાગડીયા તથા કે.કે.ગોહિલ તથા આર.જી. ગોજીયાનાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.

જામનગરના બ્રાસ પાર્ટના વેપારીઓને આરોપીઓ મોબાઇલ ફોનથી સંપર્ક કરી પોતે વેપારી હોવાની ઓળખ આપી જથ્થાબંધ માલ ખરીદવા માંગતા હોવાનું જણાવી વેપારીઓનો વિશ્વાસ ભરોસો મેળવી તેઓને તેમની જાળમાં ફસાવી તેમના અન્ય સાગરીતો મારફતે વેપારીઓ પાસેથી માલ મેળવી તે માલ બીજા જિલ્લા, રાજયમાં પહોંચાડાતો હોવાની વાત કરી બ્રાસની જથ્થા બંધ ખરીદી કરી વેપારીઓને કોઇ નાણા ચુકવતા ન હતા, આવી ફરીયાદ રજુઆતો અંગેની હકીકત એલ.સી.બી.ને મળતા એલ.સી.બી.આ ગેંગના સાગરીતોને પકડી પાડવા માટે સતત પ્રયત્નશીલ હતી તે દરમ્યાન હીંંગળાજ ચોકમાં આવતા એલ.સી.બી. સ્ટાફના વશરામભાઇ આહીર તથા ફીરોજભાઇ દલ તથા પૃથ્વીરાજસિંહ પરમાર તથા કમલેશભાઇ રબારીને બાતમી મળેલ કે, ઉપરોકત ગુન્હાનો તેમજ અન્ય ગુન્હાનો માલ આપનાર ઇસમો દિ-પ્લોટ -૫૮ હિંગળાજ ચોકમાં કાવ્ય ટ્રેડીંગ નામની દુકાને માલ એકઠો કરી સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે તેવી હકીકત આધારે રેઇડ કરતા નીચે મુજબના પાંચ ઇસમો પકડાઇ ગયેલ.

(૧) પ્રવિણ જાદવજી રામાણી પટેલ રહે. રામેશ્વર નગર ધારેશ્વર ડેરીની બાજુમા, (ર) અજય કનકભાઇ નકુમ સતવારા રહે. ગુલાબનગર દયાનંદન સોસાયટી ખોડીયાર, (૩) પ્રફુલ ઉર્ફે ભીખો કલ્યાણજીભાઇ શેઠીયા ભાનુશાળી રહે. દિ-પ્લોટ-૪૯, કામળીયા વાસ, (૪) પીયુષ ઉર્ફે લાલો દિલીપભાઇ જોઇસર ભાનુશાળી રહે.ન્યુ સ્કૂલ પાછળ, (પ) આશિષ વિજયભાઇ કાનાણી લુહાણા રહે. રામેશ્વર નગર આ ગેંગના સભ્યો જીએસટી નંબરો મેળવી વેપારીઓને જીએસટી નંબર આપી વાપીમાં પણ ગણેશ એન્ટરપ્રાઇઝ નામની પેઢી હોવાનું જણાવી વેપારીઓનો વિશ્વાસ ભરોસો મેળવી વેપારીઓને છેતરતા હોવાનું ખુલવા પામેલ. આરોપીઓની વાપીમાં કોઇ ઓફીસ કે ગણેશ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ન હોવાનું ખુલવા પામેલ છે. અને માત્ર પેઢીનો ખોટો બોડ લગાવેલ છે. અને આ કામે મજકુર આરોપીના કબજામાંથી બ્રાસની નીપલો, રોડ વિગેરે મળી કુલ રૂ. ૬,૨૭,૮૯૧/-નો કબજે કરવામાં આવેલ છે. તેમજ અન્ય મુદ્દામાલ કિ.રૂ. ૩૧,૫૯૦/- મળી કુલ કિ.રૂ. ૬,૫૯,૪૮૧/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચના પો.સ.ઇ. વી.વી.વાગડીયા, કે.કે.ગોહિલ, આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, રઘુવીરસિંહ પરમાર, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, કમલેશભાઇ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, મીતેશભાઇ પટેલ, બળવંતસિંહ પરમાર, નિર્મળસિંહ એસ.જાડેજા, લક્ષ્મણભાઇ ભાટીયા, દિનેશભાઇ ગોહિલ, હિરેનભાઇ વરણવા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૧.૧૬)

(4:01 pm IST)