Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કચ્છ માતાના મઢના દર્શને ભાવિકોની ભીડ : રાજાબાવા યોગેન્દ્રસિંહનું મુસ્લિમ આગેવાનો દ્વારા સન્માન

ભુજ તા. ૧૭ : આસો નવરાત્રિ દરમ્યાન કચ્છની કુળદેવી માં આશાપુરાના દર્શન કરવા શ્રધ્ધાળુઓ ની ભારે ભીડ માતાના મઢ મધ્યે ઉમટી રહી છે. ભારે તાપ વચ્ચે પણ માતાના મઢ મધ્યે કચ્છ અને કચ્છ બહારથી દર્શનાર્થીઓ નો ભારે ધસારો રહ્યો છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો દરમ્યાન માતાના મઢ મધ્યે જોવા મળેલા કોમી એકતા ના માહોલે કચ્છની હિન્દુ-મુસ્લિમ એકતાનો ફરી એકવાર અહેસાસ કરાવ્યો છે.

કચ્છ જીલ્લાના મુસ્લિમ આગેવાનો હાજી જુમા રાયમા, હૈદરશા સૈયદ, મામદ આગરીયા આમદ લંઘા, રમઝુ ભાઈ કાસમ ભાઇ લંઘા સહીત આગેવાનો એ આશાપુરા માતાનામઢ જાગીર ટ્રસ્ટ ની મુલાકાત લીધી હતી.ઙ્ગ આ મુસ્લિમ આગેવાનોએ જાગીર ટ્રસ્ટ ના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી અને ટ્રસ્ટી ખેગારજી જાડેજા નુ સન્માન કર્યું હતું.

જયારે જાગીર ટ્રસ્ટ વતી થી પણ મુસ્લિમ આગેવાનો નુ સન્માનઙ્ગ કરાયું હતું. આ અંગે અકિલા સાથે વાત કરતા હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે, રાજાશાહી વખતથી આજ દિવસ સુઘી મુસ્લિમ પરીવારો આ ટ્રસ્ટ મા સામેલ છે. એ દર્શાવે છે કે, કચ્છમા આજેય પણ હિન્દુ અને મુસ્લિમ સમાજમાં એકબીજા ના ધાર્મિક તીર્થસ્થાનો અને તહેવારો સંદર્ભે આદર અને માન સન્માન જળવાઈ રહ્યા છે, જે ખરેખર બેમિસાલ છે.(૨૧.૧૦)

(4:00 pm IST)