Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અમરેલીનાં મોટા માચીયાળામાં બિભત્સ માંગ કરીને મહિલા ઉપર ખુની હૂમલો

અમરેલી તા. ૧૭ :.. અમરેલીના મોટા માચીયાળામાં રહેતી શિલ્પાબેન મધુભાઇ કાછડીયા નામની મહિલા પાસે કરીમ બાબુગોરી નામના શખ્સે હાથ પકડી બિભત્સ માંગ કરતા માંગને વશ ન થતા શિલ્પાબેન ઉપર માથામાં પાઇપનો એક ઘા મારી તથા ગોરી સમીમ રજાકે લાકડી મારી ગુડી સાજીદે ચેતનાબેનના વાળ પકડી ઢસડી દિવાલ સાથે માથ ભટકાવી અમીનાબેન કરીમભાઇએ ઘરે જઇ ખડકી તોડી નાખી ગાળો દઇ બઘડાટી બોલાવ્યાની તથા હત્યાના પ્રયાસની ફરીયાદ તાલુકા પોલીસમાં થવા પામી હતી.

રાજુલાના ભાડા ચોકડી નજીકજૂગાર રમતા ચાર ઝડપાયા

રાજૂલાના ભાડા ચોકડી નજીક જાહેરમાં જૂગાર રમતા ટીંબી ગામના બાબુ ઉકા બાંભણીયા સહિત ચારને પોલીસે રેડ પાડી કિ. રૂ. ૪૧૬૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

બાબરાની સીમમાં લીંબડીના ઝાડ ઉપર શોર્ટ લાગતા બાળકનું મોત

બાબરાની સીમમાં રસીક હસલાણીની વાડીમાં રમતા બાળક અનિલભાઇ સરદારભાઇ ડાવર (ઉ.૭) લીંબડાના ઝાડ ઉપર ઇલેકટ્રીક શોર્ટ લાગતા પડી જતા તેનું મોત નિપજયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીમાં ભુલથી ફીનાઇલ પી ગયો

અમરેલીમાં અમૃતનગરમાં રહેતો જયરાજ રામકુભાઇ ધાધલ નામનો યુવાન ભુલથી ફીનાઇલ પી જતા સારવાર અર્થે અમરેલી સીવીલમાં ખસેડાયો હતો. (પ-ર૩)

(3:58 pm IST)