Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ભુજમાં બોગસ બીપીએલ કાર્ડ મામલે હાઇકોર્ટ દ્વારા અહેવાલ રજુ કરવા આદેશ

  (વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૭ : ભુજમા સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ચલાવતા બોગસ બીપીએલ કાર્ડના કૌભાંડ સંદર્ભે હાઇકોર્ટ ચોંકીને કચ્છના વહીવટીતંત્ર ને ફટકાર લગાવી છે. કચ્છના સામાજિક અને રાજકીય આગેવાન આદમ ચાકીએ કરેલી જાહેર હિતની અરજી સંદર્ભે માહિતી આપતા ભુજના એડવોકેટ હનીફ ચાકીએ જણાવ્યું હતું કે આજે ચીફ જસ્ટિસ સહિત બે સભ્યોના હાઇકોર્ટના જજ ની બેંચે આ સુનાવણી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ શ્રી પંચોલીએ કચ્છના વહીવટીતંત્ર ને તપાસના મામલે અપનાવાયેલ ઢીલી નીતિ ઉપર ફટકાર લગાવીને આગામી ૩૦ મી ઓકટોબરે બોગસ બીપીએલ કાર્ડ બાબતે સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. આદમ ચાકીએ જિલ્લા પુરવઠા અધિકારી, કલેકટર, રાજયના પુરવઠા સચિવ સમક્ષ પૂરતા આધારપુરાવા આપીને બોગસ બીપીએલ કાર્ડ મારફતે ચાલતા સરકારી અનાજના કાળા કારોબાર નો પર્દાફાશ કર્યો હતો. પણ, તપાસ ન થતા તેમણે વારંવાર જિલ્લા પુરવઠા તંત્રને હાઇકોર્ટ માં જવા ચીમકી આપી હતી. આજના ઓર્ડર અંગે આદમ ચાકીએ અકિલા ને જણાવ્યું હતું કે ગરીબ લોકો સાથે થઈ રહેલી છેતરપીંડી સામે તેમણે જે અવાજ ઉપાડ્યો છે, તેની આ જીત છે. તેમને ન્યાયતંત્ર મા સંપૂર્ણ વિશ્વાસ છે. (૧.૨૬)

(3:27 pm IST)